________________
૩૦૩ चरियं चरदि सगं सो जो परदव्वप्पभावरहिदप्पा। दंसणणाणवियपं अवियप्पं चरदि अप्पादो॥ १५९ ॥ તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે પરદ્રવ્યથી વિરહિતપણે
નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯. અર્થ : જે પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, (નિજ સ્વભાવભૂત) દર્શનજ્ઞાનરૂપ ભેદને આત્માથી અભેદપણે આચરે છે, તે સ્વચારિત્રને આચરે છે.
धम्मादीसदहणं सम्मत्तं णाणमंगपुव्वगदं। चेट्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ॥ १६०॥ ધર્માદિની શ્રદ્ધા સુદગ, પૂર્વીગબોધ સુબોધ છે,
તપમાંહી ચેષ્ટા ચરણ - એ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦. અર્થ ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને તપમાં ચેષ્ટા (-પ્રવૃત્તિ) તે ચારિત્ર; એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ છે.
णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा। ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति॥१६१॥ જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને,
છોડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧. અર્થ : જે આત્મા એ ત્રણ વડે ખરેખર સમાહિત થયો થકો (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે ખરેખર
એકાગ્ર - અભેદ થયો થકો) અન્ય કાંઈ પણ કરતો નથી કે છોડતો નથી, તે નિશ્ચયનયથી “મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે.
जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं। सो चारित्तं गाणं दंसणमिदि णिच्छिदो होदि ॥ १६२॥ જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨. અર્થ : જે (આત્મા) અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે (આત્મા જ) ચારિત્ર છે,
જ્ઞાન છે, દર્શન છે - એમ નિશ્ચિત છે.