________________
૨૯૯ સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને,
શુભ-અશુભ કર્મ ન આસૂવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨ અર્થ જેને સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ નથી, તે સમસુખદુઃખ ભિક્ષુને (-સુખદુઃખ પ્રત્યે સમભાવવાળા મુનિને) શુભ અને અશુભ કર્મ આસ્રવતું નથી.
जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स। संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ॥१४३ ।
જ્યારે ના યોગે પુણ્ય તેમ જ પાપ વર્તે વિરતને,
ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩. અર્થ : જેને (જે મુનિને), વિરત વર્તતા થકાં, યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત કર્મનો સંવર થાય છે.
संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं। कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं॥ १४४॥ જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે,
તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪. અર્થ સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એવો જે જીવ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે નિયમથી ઘણાં કર્મોની નિર્જરા કરે છે.
जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं। मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ॥ १४५ ॥ સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જર. ૧૪૫. અર્થ સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, આત્માને જાણીને (-અનુભવીને) જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, તે કર્મરજને ખેરવી નાખે છે.
जस्स ण विजदि रागो दोसो मोहो व जोगपरिकम्मो। तस्स सुहासुहडहणो झाणमओ जायदे अगणी॥१४६ ॥ નહિ રાગદ્વેષવિમોહને નહિ યોગસેવન જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.