________________
૨૯૭ અર્થ કારણ કે કર્મનું ફળ જે (મૂત) વિષય તે નિયમથી (મૂર્ત એવી) સ્પર્શનાદિ ઇન્દ્રિયો દ્વારા જીવ વડે સુખે અથવા દુઃખે ભોગવાય છે, તેથી કર્મો મૂર્ત છે.
मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि। जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि॥ १३४॥ મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે;
આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪. અર્થ મૂર્ત મૂર્તિને સ્પર્શે છે, મૂર્ત મૂર્તની સાથે બંધ પામે છે; મૂર્તસ્વરહિત જીવ મૂર્તકર્મોને અવગાહે છે અને મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત્ બન્ને એકબીજામાં અવગાહ પામે છે).
रागो जस्स पसत्यो अणुकंपासंसिदो य परिणामो। चित्तम्हि णत्थि कलुसं पुण्णं जीवस्स आसवदि॥ १३५ ॥ છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે,
મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫. અર્થ : જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ છે અને ચિત્તમાં કલુષતાનો અભાવે છે, તે જીવને પુણ્ય આસ્રવે છે.
अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा। अणुगमणं पि गुरूणं पसत्थरागो त्ति वुच्चंति ॥ १३६ ॥ અહંત - સાધુ - સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં,
ગુરુઓ તણું અનુગમન - એ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૩૬. અર્થ અહંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં ખરેખર ચેષ્ટા અને ગુરુઓનું અનુગમન, તે પ્રશસ્ત રાગ” કહેવાય છે.
तिसिदं व भुक्खिदं वा दुहिदं दद्दूण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥ १३७॥ દુઃખિત, તૃષિત વા શુધિત દેખી દુઃખ પામી મન વિષે
કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭. અર્થ તૃષાતુર, સુધાતુર અથવા દુઃખીને દેખી જે જીવ મનમાં દુઃખ પામતો થકો તેના પ્રત્યે કરૂણાથી વર્તે છે,
તેનો એ ભાવ અનુકંપા છે.