________________
૨૯૫ સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ,ઉદ્યમ હિત વિષે
જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫. અર્થ : સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય - એ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણો અજીવ
संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य। पोग्गलदव्वप्पभवा होंति गुणा पज्जया य बहू॥ १२६ ॥ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिठ्ठसंठाणं॥ १२७॥ સંસ્થાન-સંઘાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્યયો પુલદરવનિષ્પન્ન છે. ૧૨. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇંદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭. અર્થ : (સમચતુરસ્ત્રાદિ) સંસ્થાનો, (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ - એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, તે પુદ્ગલદ્રવ્યનિષ્પન્ન છે.
જે અરસ, અરૂપ તથા અગંધ છે, અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), ચેતના ગુણવાળો છે અને ઇન્દ્રિય વડે અગ્રાહ્ય છે. તે જીવ જાણો.
जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो। परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी ॥१८॥ गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते। तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा ॥ १२९ ॥ जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्मि । इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा ॥१३०॥ સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮.