________________
૨૯૩
અર્થ :વળી ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયા વગેરે જીવો રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે. (તે ચતુરિદ્રિય જીવો છે.)
सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्डू। जलचरथलचरखचरा बलिया पंचेदिया जीवा ॥ ११७ ॥
સ્પર્ધાદિક પંચક જાણતાં તિર્યંચ-નારક -સુર-નરો -જળચર, ભૂચર કે ખેચરો-બળવાન પંચેન્દ્રિય જીવો. ૧૧૩
અર્થ :વર્ણ, રસ સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં દેવ-મનુષ્ય-નારક-તિર્યંચ જેઓ જળચર, સ્થળચર કે ખેચર હોય છે તેઓ - બળવાન પંચેન્દ્રિય જીવો છે.
देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया ।
तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा ।। ११८ ॥
નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના,
તિર્યંચ બહુવિધ, નારકોના પૃથ્વીગત ભેદો કહ્યા. ૧૧૮.
અર્થ :દેવોના ચાર નિકાય છે, મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, તિર્યંચો ઘણાં પ્રકારના છે અને નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે.
खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु । पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ॥ ११९ ॥ ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે, ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯
અર્થ : પૂર્વબદ્ધ ગતિનામકર્મ અને આયુષકર્મ ક્ષીણ થતાં જીવો પોતાની લેશ્યાને વશ ખરેખ· અન્ય ગતિ અને આયુષ પ્રાપ્ત કરે છે.
एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा ।
देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।। १२० ॥
આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે,
ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૮.
અર્થ : આ (પૂર્વોક્ત) જીવનિકાયો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત કહેવામાં આવ્યા છે; દેહરહિત એવા સિદ્ધો છે. સંસારીઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે.