________________
૨૯૧
અર્થ ઃ જીવ અને અજીવ - બે ભાવો (અર્થાત્ મૂળ પદાર્થો) તથા તે બેનાં પુણ્ય, પાપ, આસવ. સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ - એ (નવ) પદાર્થો છે.
जीवा संसारत्था णिव्वादा चेदणप्पगा दुविहा । उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा ॥ १०९॥
જીવો દ્વિવિધ-સંસારી, સિદ્ધો; ચેતનાત્મક ઉભય છે; ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯.
અર્થ : જીવો બે પ્રકારના છે ઃ સંસારી અને સિદ્ધ. તેઓ ચેતનાત્મક (-ચેતના સ્વભાવવાળા) તેમ જ ઉપયોગ લક્ષણવાળા છે. સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે.
पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया ।
देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं ॥ ११० ॥
ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે;
બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૮.
અર્થ : પૃથ્વીકાય, અપ્કાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય - એ કાયો જીવ સહિત છે. (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા હોવા છતાં તેઓ બધીયે તેમાં રહેલા જીવોને ખરેખર પુષ્કળ મોહથી સંયુક્ત સ્પર્શ આપે છે(અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે).
ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ॥ १११ ॥
ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના; એ સર્વ મનપરિણામવિરહિત એક - ઈંદ્રિય જાણવા. ૧૧૧.
અર્થ તેમાં, ત્રણ (પૃથ્વીકાયિક, અકાયિક ને વનસ્પતિકાયિક) જીવો સ્થાવર શરીરના સંયોગવાળા છે તથા વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો `ત્રસ છે; તે બધા મનપરિણામરહિત એકેન્દ્રિય જીવો જાણવા.
૧. વાયુકાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિ યથી તો તેઓ પણ સ્થાવરનામકર્માધીનપણાને લીધે - જો કે તેમને વ્યવહારથી ચલન છે તો પણ - સ્થાવર જ છે.
एदे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ॥ ११२ ॥