________________
૨૯૪
ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता। जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति॥१२१॥ રે! ઇંદ્રિયો નહિ જીવ, પવિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. અર્થ : (વ્યવહારથી કહેવામાં આવતાં એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવોમાં) ઇન્દ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે.
जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो। कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं॥१२२॥ . જાણે અને દેખે બધું, સુખ અભિલશે, દુખથી ડરે,
હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨. અર્થ : જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે.
एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं। अभिगच्छदु अज्जीवं गाणंतरिदेहिं लिंगेहिं॥१२३॥ બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને,
જાણો અજીવ પદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩. અર્થ એ રીતે બીજા પણ બહુ પર્યાયો વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં(જડોલિંગો વડે અજીવને જાણો.
आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा। तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा॥१२४ ॥ છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુગલ-કાળમાં;
તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪. અર્થ : આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં જીવના ગુણો નથી; (કારણ કે, તેમને એચેતનપણું કહ્યું છે, જીવને ચેતનતા કહી છે.
सुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुत्तं। जस्स ण विज्जदि णिच्चं तं समणा बेंति अज्जीवं ॥१२५ ॥