________________
૨૯૨ આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારની,
સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેંદ્રિય કહ્યા. ૧૧૨. અર્થ આ પૃથ્વીકાયિક વગેરે પાંચ પ્રકારના જીવનિકાયોને મનપરિણામ રહિત એકેન્દ્રિય જીવો(સર્વ)કહ્યા
अंडेसु पवडता गब्भत्था माणुसा य मुच्छगया। जारिसया तारिसया जीवा एगेंदिया णेया॥११३॥ જેવા જીવો અંડસ્થ, મૂછવસ્થ વા ગર્ભસ્થ છે;
તેવા બધા આ પંચવિધ એકેંદ્ધિ જીવો જાણજે. ૧૧૩. અર્થ ઈડામાં વૃદ્ધિ પામતાં પ્રાણીઓ, ગર્ભમાં રહેલાં પ્રાણીઓ અને મૂછ પામેલા મનુષ્યો, જેવાં (બુદ્ધિપૂર્વક વ્યાપાર વિનાનાં) છે, તેવા એકેન્દ્રિય જીવો જાણવા.
संबुकमादुवाहा संखा सिप्पी अपादगा य किमी। जाणंति रसं फासं जे ते बेइंदिया जीवा॥११४॥ શંબૂક, છીપો, માતૃવાહો, શંખ, કૃમિ પગ-વગરના
-જે જાણતા રસસ્પર્શને, તે જીવ દીક્રિય જાણવા. ૧૧૪. અર્થ શબૂક, માતૃવાહ, શંખ, છીપ અને પગ વગરના કૃમિ - કે જેઓ રસ અને સ્પર્શને જાણે છે તેઓ - દીન્દ્રિય જીવો છે.
जूगागुंभीमकणपिपीलिया विच्छ्यादिया कीडा। जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा ॥११५॥ જૂ, કુંભી, માકડ, કીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે
રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીદ્રિય તેહ છે. ૧૧૫. અર્થ : જૂ, કુંભી, મ કડ, કીડી અને વીંછી વગેરે જંતુઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે ત્રીન્દ્રિય જીવો છે.
उइंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया। रूवं रसं च गंधं फासं पुण ते विजाणंति॥११६॥ મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે, તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬.