________________
૨૯૦
૨. નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं। तेसिं पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ॥१०५॥ શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવીરને,
ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫. અર્થ અપુનર્ભવના કારણ શ્રી મહાવીરને શિરસા વંદન કરીને, તેમનો પદાર્થભેદ (-કાળ સહિત પંચાસ્તિકાયનો નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષનો માર્ગ કહીશ.
सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं। मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ॥१०६॥ સમ્યક્ત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે,
તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬. અર્થ સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું ચારિત્ર-કે જે રાગદ્વેષથી રહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ હોય છે.
सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं। चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं॥१०७॥ ‘ભાવો” તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે,
વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭. અર્થ ભાવોનું (-નવ પદાર્થોનું) શ્રદ્ધાન તે સમ્યકત્વ છે; તેમનો અવબોધ તે જ્ઞાન છે; (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને વિષયો પ્રત્યે વર્તતો સમભાવ તે ચારિત્ર છે.
जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं। संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा ॥१०८॥ બે ભાવ-જીવ અજીવ, તર્ગત પુણ્ય તેમ જ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ-પદાર્થ છે. ૧૦૮.