________________
૨૮૮
जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा । पुग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु ॥ ९८ ॥ જીવ-પુદ્ગલો સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે;
છે કાળ પુદ્ગલને કરણ, પુદ્ગલ કરણ છે જીવને. ૯૮.
અર્થ : બાહ્ય કરણ સહિત રહેલાં જીવો અને પુદ્ગલો સક્રિય છે, બાકીના દ્રવ્યો સક્રિય નથી (-નિષ્ક્રિય છે); જીવો પુદ્ગલકરણવાળા (-જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિરંગ સાધન હોય એવા) છે અને સ્કંધો અર્થાત્ પુદ્ગલો તો કાળકરણવાળા (-જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા) છે.
जे खलु इंदियगेज्झा विसया जीवेहिं होंति ते मुत्ता ।
सेसं हवदि अमुत्तं चित्तं उभयं समादियादि ॥ ९९ ॥
છે જીવને જે વિષય ઇંદ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે;
બાકી બધું ય અમૂર્ત છે; મન જાણતું તે ઉભયને. ૯૯.
અર્થ : જે પદાર્થો જીવોના ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો છે તેઓ મૂર્ત છે અને બાકીનો પદાર્થસમૂહ અમૂર્ત છે. ચિત્ત તે બન્નેને ગ્રહણ કરે છે (-જાણે છે).
कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो । दोहं एस सहावो कालो खणभंगुरो णियदो ॥ १०० ॥ પરિણમાભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે; -આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦.
અર્થ ઃ કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી મપાય છે); પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. -આ, બન્નેનો સ્વભાવ છે. કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે.
कालो त्तिय ववदेसो सब्भावपरूवगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो રીહંત કાર્ ॥ ૨૦૨ ।।
છે ‘કાળ’ સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે; ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દીર્ઘસ્થાયી પણ ઠરે. ૧૦૧.
અર્થ : ‘કાળ’ એવો વ્યપદેશ સદ્ભાવનો પ્રરૂપક છે તેથી કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે. ઉત્પન્નધ્વંસી એવો જે બીજો કાળ (અર્થાત્ ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થનારો જે વ્યવહારકાળ) તે (ક્ષણિક હોવા છતાં પ્રવાહઅપેક્ષાએ) દીર્ઘ સ્થિતિનો પણ (કહેવાય) છે.