________________
૨૮૬ અર્થ : (ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુઓ નથી, કારણ કે) જેમને ગતિ હોય છે તેમને જ વળી સ્થિતિ
થાય છે અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે). તેઓ (ગતિ-સ્થિતિમાન પદાર્થો) તો પોતાના પરિણામોથી ગતિ અને સ્થિતિ કરે છે.
सव्वेसिं जीवाणं सेसाणं तह य पुग्गलाणं च। जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ॥९०॥ જે લોકમાં જીવ-પુગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦. અર્થ :લોકમાં જીવોને અને પુગલોને તેમ જ બધાં બાકીનાં દ્રવ્યોને જે સંપૂર્ણ અવકાશ આપે છે, તે આકાશ છે.
जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ॥९१॥ જીવ-પુદ્ગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી;
નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧. અર્થ જીવો, પુગલકાયો, ધર્મ અને અધર્મને (તેમ જ કાળ) લોકથી અનન્ય છે; અંત રહિત એવું આકાશ તેનાથી (લોકથી) અનન્ય તેમ જ અન્ય છે.
आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि। उड्ढंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ॥९२॥ અવકાશદાયક આભ ગતિ-થિતિeતુતા પણ જો ધરે,
તો ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨. અર્થ જો આકાશ ગતિ-સ્થિતિના કારણ સહિત અવકાશ આપતું હોય(અર્થાત્ જો આકાશ અવકાશહેતુ પણ
હોય અને ગતિ-સ્થિતિહેતુ પણ હોય) તો ઊર્ધ્વગતિપ્રધાન સિદ્ધો તેમાં (આકાશમાં) કેમ સ્થિર હોય? (આગળ ગમન કેમ ન કરે ?)
जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं। तम्हा गमणट्ठाणं आयासे जाण णत्थि त्ति ॥९३॥ ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી, તે કારણે જાણો – ગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩.