________________
૨૮૭ અર્થ : જેથી જિનવરોએ સિદ્ધોની લોકના ઉપર સ્થિતિ કહી છે, તેથી ગતિ-સ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત્ ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી) એમ જાણો.
जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवड्डी ॥९४ ॥ નભ હોય જો ગતિeતુને સ્થિતિ હેતુ પુદ્ગલ-જીવને,
તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪. અર્થ : જો આકાશ જીવ-પુગલોને ગતિ હેતુ અને સ્થિતિ હેતુ હોય તો અલોકની હાનિનો અને લોકના અંતની વૃદ્ધિનો પ્રસંગ આવે.
तम्हा धम्माधम्मा गमणद्विदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणंताणं ॥९५ ॥ તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં;
ભાનું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫. અર્થ તેથી ગતિ અને સ્થિતિના કારણ ધર્મ અને અધર્મ છે, આકાશ નહિ. આમ લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે જિનવરો કહ્યું છે.
धम्माधम्मागासा अपुधन्भूदा समाणपरिमाणा। पुधगुवलद्धिविसेसा करिति एगत्तमण्णत्तं ॥ ९६ ॥ ધર્માધરમ-નભને સમાન પ્રમાણયુત અપૃથક્વથી,
વળી ભિન્નભિન્ન વિશેષથી, એકત્વને અન્યત્વ છે. ૯૬. અર્થ ધર્મ, અધર્મ અને આકાશ (લોકાકાશ) સમાન પરિમાણવાળાં અપૃથભૂત હોવાથી તેમજ પૃથક-ઉપલબ્ધ (ભિન્નભિન્ન) વિશેષવાળાં હોવાથી એકત્વ તેમ જ અન્યત્વને કરે છે.
आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा। मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु॥९७॥ આત્મા અને આકાશ, ધર્મ, અધર્મ, કાળ અમૂર્ત છે,
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય; તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭. અર્થ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે, પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ ખરેખર ચેતન છે.