________________
૨૮૨
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને
ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩.
અર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વતઃ મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે; બાકીના જીવો (ભવાંતરમાં જતાં) વિદિશાઓ છોડીને ગમન કરે છે.
खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू । इदि ते चदुव्वियप्पा पुग्गलकाया मुणेयव्वा ॥ ७४ ॥ જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા;
તે સ્કંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪.
અર્થ : પુદ્ગલકાયના ચાર ભેદ જાણવા, સ્કંધો, સ્કંધદેશો, સ્કંધપ્રદેશો અને પરમાણુઓ.,
खंधं सयलसमत्थं तस्स दु अद्धं भांति देसो त्ति । अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ।। ७५ ।। પૂરણ-સકળ તે ‘સ્કંધ’ છે ને અર્ધ તેનું ‘દેશ’ છે, અર્ધાર્ધ તેનું ‘પ્રદેશ’ ને અવિભાગ તે ‘પરમાણુ’ છે. ૭૫.
અર્થ : સકળ-સમસ્ત (પુદ્ગલપિડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અર્ધનું અર્ધ તે પ્રદેશ છે અને અ વેભાગી તે ખરેખર પરમાણુ છે.
बादरसुहुमगदाणं खंधाणं पुग्गलो त्ति ववहारो ।
ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥ ७६ ॥
સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘પુદ્ગલ’ તણો વ્યવહાર છે;
છ વિકલ્પ છે કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬.
અર્થ : બાદર અને સૂક્ષ્મપણે પરિણત સ્કંધોને ‘પુદ્ગલ’ એવો વ્યવહાર છે. તેઓ છ પ્રકારના છે, જેમનાથી ત્રણ લોક નષ્પન્ન છે.
सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू ।
सो सस्सदो असद्दो एक्को अविभागी मुत्तिभवो ॥ ७७ ॥
જે અંશ અંતિમ સ્કંધનો, પરમાણુ જાણો તેહને; તે એક ને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭.