________________
૨૮૦ આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુગલો નિજ ભાવથી
કર્મસ્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫. અર્થ આત્મા (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને કરે છે; (ત્યારે) ત્યાં રહેલાં પુદગલો પોતાના ભાવોથી જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કર્મભાવને પામે છે.
जह पुग्गलदवाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती। अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि॥६६॥ જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી
પરથી અકૃત, તે રીતે જાણો વિવિધતા કર્મો તણી. ૬૬. અર્થ : જેમ પુદ્ગલદ્રવ્યોની બહુ પ્રકારે સ્કંધરચના પરથી કરાયા વિના થતી જોવામાં આવે છે, તેમ કર્મોની બહુપ્રકારતા પરથી અકૃત જાણો.
जीवा पग्गलकाया अण्णोणाणागाढगहणपडिबद्धा। काले विजुज्जमाणा सुहदुक्खं दिति भुंजंति॥६७॥ જીવ-પુગલો અન્યોન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે;
કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપે – ભોગવે. ૬૭. અર્થ જીવો અને પુદ્ગલકાયો (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે; કાળે
છૂટા પડતાં સુખદુ:ખ આપે છે અને ભોગવે છે (અર્થાત પુગલકાયો સુખદુ:ખ આપે છે અને જીવો ભોગવે છે).
तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स। भोत्ता हु हवदि जीवो चेदगभावेण कम्मफलं ॥६८॥ તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું;
ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્કળ તણું. ૬૮. અર્થ તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ(દ્રવ્યકર્મ) કર્તા છે(નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા, પરંતુ તે ભોક્તા નથી). ભોક્તા તો (માત્ર) જીવ છે ચેતકભાવને લીધે કર્મફળનો.
एवं कत्ता भोत्ता होज्जं अप्पा सगेहिं कम्मेहिं। हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो॥६९॥