________________
* ૨૮૧ કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે
જીવ મોહથી આચ્છન્ન સાંત-અનંત સંસારે ભમે. ૬૯. અર્થ એ રીતે પોતાના કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોહાચ્છાદિત વર્તતો થકો સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.
उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो। णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो॥७॥ જિનવચનથી લહી માર્ગ જે, ઉપશાંતક્ષીણમોહી બને;
જ્ઞાનાનમાર્ગ વિષે ચરે, તે ધીર શિવપુરને વરે. ૭૮. અર્થ જે (પુરુષ) જિનવચનથી માર્ગને પામીને ઉપશાંત-ક્ષીણમોહ થયો થકો (અર્થાત્ દર્શનમોહનો જેને
ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો થકો) જ્ઞાનાનુમાર્ગે ચરે છે (જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે), તે ધીર પુરુષ નિર્વાણપુરને પામે છે.
एको चेव महप्पा सो दुवियप्पो तिलक्खणो होदि। . चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य॥७१॥ छक्कापक्कमजुत्तो उवउत्तो सत्तभंगसब्भावो। अट्ठासओ णवठ्ठो जीवो दसट्ठाणगो भणिदो॥७२॥ એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે, ચઉભ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે; ૭૧. ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે,
જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ, દશસ્થાનગત ભાખેલ છે. ૭ર અર્થ તે મહાત્મા એક જ છે, બે ભેદવાળો છે અને ત્રિલક્ષણ છે; વળી તેને ચતુર્વિધ ભ્રમણવાળો તથા પાંચ
મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો કહ્યો છે. ઉપયોગી એવો તે જીવ છે અપક્રમ સહિત, સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો, આઠના આશ્રયરૂપ, નવ-અર્થરૂપ અને દસ સ્થાનગત કહેવામાં આવ્યો છે. ૧. અપક્રમ = (સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુશ્રેણી ગમન અર્થાત્ વિદિશાઓ છોડીને ગમન.
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को। उड्ढे गच्छदि सेसा विदिसावज्जं गर्दि जंति ॥७३॥