________________
૨૭૮ कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं। सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ॥५७॥ પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને,
તે ભાવનો તે જીવ છે કર્તા-કહ્યું જિનશાસને. ૨૭ અર્થ કર્મને વેદતો ધકો જીવ જેવા ભાવને કરે છે, તે ભાવનો તે પ્રકારે તે કર્તા છે - એમ શાસનમાં કહ્યું છે.
कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा। खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकदं ॥५८॥ પુગલકરમ વિણ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને
ક્ષાયોપથમિક ન હોય, તેથી કર્મકૃત એ ભાવ છે. ૫૮. અર્થ : કર્મ વિના જીવને ઉદય, ઉપશમ, ક્ષાયિક અથવા ક્ષયોપથમિક હોતો નથી, તેથી ભાવ (-ચતુર્વિધ જીવભાવ) કર્મકૃત છે.
भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता। ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ॥ ५९॥ જો ભાવકર્તા કર્મ, તો શું કર્મક જીવ છે?
જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વિણ કંઈ અન્યને. ૫૯. અર્થ : જો ભાવ (-છવભાવ) કર્મકૃત હોય તો આત્મા કર્મનો (દ્રવ્યકર્મનો) કર્તા હોવો જોઈએ. તે તો કેમ બને? કારણ કે આમા તો પોતાના ભાવને છોડીને બીજું કાંઈ પણ કરતો નથી.
भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि। ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ॥६०॥ રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે,
અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્યા વિના નહિ થાય છે. ૬૦. અર્થ : જીવભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવભાવ નિમિત્ત છે, પરંતુ ખરેખર એકબીજાના કર્તા નથી; કર્તા વિના થાય છે એમ પણ નથી.
कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स। ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेयव्वं ॥६१॥