________________
૨૭૭
जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो । सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ॥५३॥ જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી, સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. ૫૩
અર્થ ઃ જીવો (પારિણામિક ભાવથી) અનાદિ-અનંત છે, (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે અને જીવભાવથી અનંત છે (અર્થાત્ જીવના સદ્ભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિ-અનંત છે) કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે.
एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो । इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ।। ५४॥ એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ જીવને હોય છે -ભાખ્યું જિને, જે પૂર્વ-અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૧.૪.
અર્થ : એ રીતે જીવને સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ હોય છે - એવું જિનવરો કહ્યું છે, કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯મી ગાથાના કથન સાથે વિરોધવાળું) છતાં અવિરુદ્ધ છે.
रइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी ।
कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।। ५५ ॥ તિર્યંચ-નારક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે,
તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત્ તણો કરે. ૫૫.
અર્થ :નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એવાં નામવાળી (નામકર્મની) પ્રકૃતિઓ સત્ ભાવનો નાશ કરે અને અસત્ ભાવનો ઉત્પાદ કરે છે.
उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे । जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु विच्छिण्णा ॥ ५६ ॥ પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે,
તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫.
અર્થ : ઉદયથી યુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષયોપશમથી યુક્ત અને પરિણામથી યુ - એવા (પાંચ) જીવગુણો (-જીવના ભાવો) છે; અને તેમને ઘણાં પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.