________________
२७६
અર્થ : જો જ્ઞાની (આત્મા) અને જ્ઞાન સદા પરસ્પર અર્થાતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો બન્નેને અચેતનપણાનો પ્રસંગ આવે - કે જે જિનોને સમ્યક પ્રકારે અસંમત છે.
ण हि सो समवायादो अत्यंतरिदो दुणाणदो णाणी। अण्णाणीति च वयणं एगत्तप्पसाधगं होदि ॥ ४९ ॥ રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને;
અજ્ઞાની” એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯. અર્થ જ્ઞાનથી અર્થાતરભૂત એવો તે (આત્મા) સમવાયથી જ્ઞાની થાય છે એમ ખરેખર નથી. ‘અજ્ઞાની” એવું વચન (ગુણ-ગુણીના) એકત્વને સિદ્ધ કરે છે.
समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य। तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिहिट्ठा ॥५०॥ સમવર્તિતા સમવાય છે, અપૃથક્વ તે, અયુતત્વ તે;
તે કારણે ભાખી અમૃતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦. અર્થ સમવર્તીપણું તે સમવાય છે; તે જ, અપૃથકપણું અને અયુતસિદ્ધપણું છે. તેથી દ્રવ્ય અને ગુણોની અમૃતસિદ્ધિ જિનોએ) કહી છે.
वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं। दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति ॥५१॥ दंसणणाणाणि तहा जीवणिबद्धाणि णण्णभूदाणि। ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो॥५२॥ પરમાણમાં પ્રરૂપિતાવરણ, રસ, ગંધ, તેમ જ સ્પર્શ, અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશ ભેદને; ૫૧. ત્યમ જ્ઞાનદર્શન જીવનિયત અનન્ય રહીને જીવથી,
અન્યત્વના કર્તા બને વ્યપદેશથી -ના સ્વભાવથી. પર. અર્થ : પરમાણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવા વર્ગ-રસ-ગંધ-સ્પર્શ દ્રવ્યથી અનન્ય વર્તતાં થકા (વ્યપદેશના
કારણભૂત) વિશેષો વડે અન્યત્વને પ્રકાશનારા થાય છે. (-સ્વભાવથી અન્યરૂપ નથી); એવી રીતે જીવને વિષે સંબદ્ધ એવા દર્શન-જ્ઞાન (જીવદ્રવ્યથી) અનન્ય વર્તતાં થકાં વ્યપદેશ દ્વારા પૃથકપણાને કહે છે, સ્વભાવથી નહિ.