________________
૨૭૫
જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી, તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪.
અર્થ : જો દ્રવ્ય ગુણથી અન્ય (-ભિન્ન) હોય અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યની અનંતતા થાય અથવા દ્રવ્યનો અભાવ થાય.
अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं ।
णिच्छंति णिच्चयण्डू तव्विवरीदं हि वा तेसिं ॥ ४५ ॥
ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે; પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. ૪૫.
અર્થ : દ્રવ્ય અને ગુણોને અવિભક્તપણારૂપ અનન્યપણું છે; નિશ્ચયના જાણનારાઓ તેમને વિભક્તપણારૂપ અન્યપણું કે (વિભક્તપણારૂપ) અનન્યપણું માનતા નથી.
ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा । ते सिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते ॥ ४६ ॥
વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુ યે હોય છે; તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬.
અર્થ :વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો ઘણાં હોય છે. તે (વ્યપદેશ વગેરે), દ્રવ્ય-ગુણોના અન્યપણામાં તેમ જ અનન્યપણામાં પણ હોઈ શકે છે.
णाणं धणं च कुव्वदि धणिणं जह णाणिणं च दुविधेहिं । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ॥ ४७ ॥
ધનથી ‘ધની’ ને જ્ઞાનથી ‘જ્ઞાની’ -દ્વિધા વ્યપદેશ છે,
તે રીત તત્ત્વજ્ઞો કહે એકત્વ તેમ પૃથને. ૪૭.
અર્થ : જેવી રીતે ધન અને જ્ઞાન (પુરુષને) ‘ધની’ અને ‘જ્ઞાની’ કરે છે - એમ બે પ્રકારે કહેવામાં આવે છે, તેવી રીતે તત્ત્વજ્ઞો પૃથક્ત્વ તેમ જ એકત્વને કહે છે.
णाणी णाणं च सदा अत्थंतरिदा दु अण्णमण्णस्स ।
दोहं अचेदणत्तं पसजदि सम्मं जिणावमदं ॥ ४८ ॥
જો હોય અર્થાતરપણું અન્યોન્ય જ્ઞાની-જ્ઞાનને,
બન્ને અચેતના લહે - જિનદેવને નહિ માન્ય જે. ૪૮.