________________
૨૧૨ दुपदेसादी खंधा सुहुमा वा बादरा ससंठाणा। पुढविजलतेउवाऊ सगपरिणामेहिं जायते॥१६७॥ સ્કંધો પ્રદેશયાદિયુત, સ્થૂલ-સૂક્ષ્મ ને સાકાર જે,
તે પૃથ્વી-વાયુ-તેજ-જળ પરિણામથી નિજ થાય છે. ૧૬૭. અર્થ દ્ધિપ્રદેશાદિક સ્કંધો(બેથી માંડીને અનંત પ્રદેશવાળા સ્કંધો)-કે જેઓ સૂક્ષ્મ અથવા બાદર હોય છે અને સંસ્થાનો(આકાર)સહિત હોય છે તેઓ-પૃથ્વી, જળ, તેજ અને વાયુરૂપ પોતાના પરિણામોથી થાય છે.
ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो। सुहुमेहि बादरेहि य अप्पाओग्गेहिं जोग्गेहिं॥ १६८॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદ્ગલકાયથી
આ લોક બાદર-સૂક્ષ્મથી, કર્મવયોગ્ય-અયોગ્યથી. ૧૬૮. અર્થ :લોક સર્વતઃ સૂક્ષ્મ તેમ જ બાદર તથા કર્મત્વને અયોગ્ય તેમ જ કર્મત્વને યોગ્ય પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડે (વિશિષ્ટ રીતે) અવગહાઈને ગાઢ ભરેલો છે.
कम्मत्तणपाओग्गा खंधा जीवस्स परिणई पप्पा। गच्छंति कम्मभावंण हि ते जीवेण परिणमिदा॥१६९ ॥ સ્કંધો કરમને યોગ્ય પામી જીવના પરિણામને
કર્મત્વને પામે નહીં જીવ પરિણમાવે તેમને. ૧૬૯. અર્થ :કર્મપણાને યોગ્ય સ્કંધો જીવની પરિણતિને પામીને કર્મભાવને પામે છે, તેમને જીવ પરિણાવતો નથી.
ते ते कम्मत्तगदा पोग्गलकाया पुणो वि जीवस्स। संजायंते देहा देहतरसंकमं पप्पा॥१७०॥ કર્મ–પરિણત પુદગલોના સ્કંધ તે તે ફરી ફરી
શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦. અર્થ કર્મપણે પરિણમેલા તે તે પુગલકાયો દેહાંતરરૂપ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરો થાય છે.
ओरालिओ य देहो देहो वेउविओ य तेजसिओ। आहारय कम्मइओ पोग्गलदव्वप्पगा सव्वे ॥१७१॥