________________
૨૧૮
અર્થ હું આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભૂત, અતીન્દ્રિય મહા પદાર્થ, ધ્રુવ, અચળ, નિરાલંબ અને શુદ્ધ માનું છું.
देहा वा दविणा वा सुहदुक्खा वाध सन्तुमित्तजणा। जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा॥ १९३॥ લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ-આત્મક જીવ છે. ૧૯૩. અર્થ શરીરો, ધન, સુખદુઃખઅથવા શત્રુમિત્રજનોએ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તો ઉપયોગાત્મક આત્મા છે.
जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा। सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंठिं॥ १९४॥ -આ જાણી, શુદ્ધાત્મ બની, ધ્યાને પરમ નિજ આત્મને,
સાકાર આણ-આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪. અર્થ જે આમ જાણીને વિશુદ્ધાત્મા થયો થકો પરમ આત્માને ધ્યાવે છે, તે સાકાર હો કે અનાકાર હોમોહદુર્ગથિને ક્ષય કરે છે.
जो णिहदमोहगंठी रागपदोसे खवीय सामण्णे। होजं समसुहदुक्खो सो सोक्खं अक्खयं लहदि॥१९५॥ હણી મોહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખદુઃખ જે
જીવ પરિણમે શ્રમણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. ૧૯૫. અર્થ : જે મોહગ્રંથિને નષ્ટ કરી, રાગ-દ્વેષનો ક્ષય કરી સમસુખદુઃખ થયો થકો શ્રમણ્યમાં (મુનિપણામાં)
પરિણમે છે, તે અક્ષય સૌખ્યને પ્રાપ્ત કરે છે. - ૧. સમસુખદુઃખ = જેને સુખ અને દુઃખ સમાન છે એવો.
जो खविदमोहकलुसो विसयविरत्तो मणो णिरुंभित्ता। समविट्ठदो सहावे सो अप्पाणं हवदि झादा ॥ १९६॥ જે મોહમળ કરીનષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને,
આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬. અર્થ : જે મોહમળનો ક્ષય કરી, વિષયથી વિરક્ત થઈ, મનનો વિરોધ કરી, સ્વભાવમાં સમવસ્થિત છે, તે
આત્માને ધ્યાનાર છે.