________________
૨૪૮ રે! શુદ્ધને શ્રમણ્ય ભાખ્યું; જ્ઞાન-દર્શન શુઇને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. શુદ્ધને (શુદ્ધોપયોગીને) શ્રમણ્ય કહ્યું છે, શુદ્ધને દર્શન-જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે; તેને નમસ્કાર હો !
સાકાર-અણઆકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને, ૨૭૫.
જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. જે સાકાર-અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો આ ઉપદેશને જાણે છે, તે અલ્પકાળે પ્રવચનના સારને (ભગવાન આત્માને) પામે છે. આવી રીતે આ પ્રવચનસાર પરમાગમની પૂર્ણાહુતી થાય છે.