________________
- ૨૭૦
અર્થ સત્તાસ્વભાવવાળા જીવો અને પુદ્ગલોના પરિવર્તનથી સિદ્ધ થતો એવો કાળ (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે.
ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य। अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ॥ २४ ॥ રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે,
છે મૂર્તિ હીન, અગુરુલઘુક છે, કાળ વર્તનલિંગ છે. ૨૪. અર્થ કાળ (નિશ્ચયકાળ) પાંચ વર્ણ ને પાંચ રસ રહિત, બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, અગુરુલઘુ, અમૂર્ત અને વર્તના લક્ષણ વાળો છે.
समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती। मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो॥२५॥ જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ અને
જે અયન ને વર્ષાદિ છે, તે કાળ પર-આયત્ત છે. ૨૫. અર્થ સમય, નિમેષ, કાષ્ટા, કળા, ઘડી, અહોરાત્ર(દિવસ), માસ, ઋતુ, અયન અને વર્ષ - એવો જે કાળ (અર્થાત્ વ્યવહારકાળ) તે પરાશ્રિત છે.
णत्थि चिरं वा खिप्पं मत्तारहिदं तु सा वि खलु मत्ता। पोग्गलदव्वेण विणा तम्हा कालो पडुच्चभवो ॥२६॥ ‘ચિર” “શીઘ્ર” નહિ માત્રા વિના, માત્ર નહીં પુદ્ગલ વિના,
તે કારણે પર – આશ્રયે ઉત્પન્ન ભાખ્યો કાળ આ. ૨૬. અર્થ ‘ચિર” અથવા “ક્ષિપ્રએવું જ્ઞાન (બહુ કાળ અથવા થોડો કાળ એવું જ્ઞાન) પરિમાણ વિના (-કાળના
માપ વિના) હોય નહિ; અને તે પરિમાણ ખરેખર પુદ્ગલદ્રવ્ય વિના થતું નથી; તેથી કાળ આશ્રિતપણે ઊપજનારો છે (અર્થાત્ વ્યવહારકાળ પરનો આશ્રય કરીને ઊપજે છે એમ ઉપચારથી કહેવાય છે).
जीवो त्ति हवदि चेदा उवओगविसेसिदो पहू कत्ता। भोत्ता य देहमेत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो॥२७॥ છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ્ન, અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. ૨૭.