________________
૨૬૮
એ રીત સ-વ્યય ને અસ-ઉત્પાદ હોય ન જીવને;
સુરનરપ્રમુખ ગતિનામનો હયુક્ત કાળ જ હોય છે. ૧૯. અર્થ એ રીતે જીવને સનો વિનાશ અને અસતુનો ઉત્પાદ નથી; (દવ જન્મે છે ને મનુષ્ય મરે છે એમ કહેવાય છે તેનું એ કારણ છે કે, જીવોને દેવ, મનુષ્ય એવું ગતિનામકર્મ તેટલા જ કાળનું હોય છે.
णाणावरणादीया भावा जीवेण सुटु अणुबद्धा। तेसिमभावं किच्चा अभूदपुवो हवदि सिद्धो॥२०॥ જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવી જીવ સહ અનુબદ્ધ છે;
તેનો કરીને નાશ, પામે જીવ સિદ્ધિ અપૂર્વને. ૨૦. અર્થ જ્ઞાનાવરણાદિભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે, તેમનો અભાવ કરીને તે અભૂતપૂર્વ સિદ્ધ થાય છે.
एवं भावमभावं भावाभावं अभावभावं च। गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो ॥२१॥ ગુણપર્યયે સંયુકત જીવ સંસરણ કરતો એ રીતે
ઉભવ,વિલય, વળી ભાવ-વિલય, અભાવ-ઉદ્ભવને કરે. ૨૧. અર્થ એ રીતે ગુણપર્યાયો સહિત જીવસંસરણકરતો થકો ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવને કરે છે.
जीवा पुग्गलकाया आयासं अत्थिकाइया सेसा। अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥२२॥ જીવદ્રવ્ય, પુગલકાય, નભ ને અસ્તિકાયો શેષ બે
અણકૃતક છે, અસ્તિત્વમય છે, લોકકારણભૂત છે. ૨૨. અર્થ જીવો, પુદ્ગલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અકૃત છે, અસ્તિત્વમય છે અને ખરેખર લોકના કારણભૂત છે.
सब्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च। परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो॥२३॥ સત્તાસ્વભાવી જીવ ને પુદ્ગલ તણા પરિણમનથી છે સિદ્ધિ જેની, કાળ તે ભાખ્યો નિણંદે નિયમથી. ૨૩.