________________
૨૬૭ અર્થ : જે ‘સત’ લક્ષણવાળું છે, જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુક્ત છે અથવા જે ગુણપર્યાયોનો આશ્રય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે.
उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो। विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया॥११॥ નહિ દ્રવ્યનો ઉત્પાદઅથવા નાશ નહિ, સદ્ભાવ છે;
તેના જ જે પર્યાય તે ઉત્પાદ - લય - ધ્રુવતા કરે. ૧૧. અર્થ દ્રવ્યનો ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે.
पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि। दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ॥१२॥ પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે;
પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨. અર્થ પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હોતાં નથી, બન્નેનો અનન્યભાવ (-અનન્યપણું) શ્રમણો પ્રરૂપે છે.
दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि। अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा॥१३॥ નહિદ્રવ્યવિણગુણ હોય, ગુણવિણ દ્રવ્ય પણ નહિ હોય છે;
તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩. અર્થ દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી, તેથી દ્રવ્ય અને ગુણોનો અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણું) છે.
सिय अत्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि॥१४॥ છે અસ્તિ, નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે,
આદેશવશ તે સાત ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪. અર્થ દ્રવ્ય આદેશવશાત્ (-કથનને વશ) ખરેખર સાહુ અસ્તિ, સાતુ નાસ્તિ, સાત્ અસ્તિ-નાસ્તિ, ચાતુ
અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું(-સ્યા અસ્તિ-અવક્તવ્ય, ચાતુનાસ્તિ-અવક્તવ્ય અને સાત્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય) -એમ સાત ભંગવાળું છે.