________________
૨૬૬ તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે;
એ પાંચ તેમ જ કાળ વર્તનલિંગ સર્વે દ્રવ્ય છે. ૬. અર્થ : જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ નિત્ય છે એવા તે જ અસ્તિકાયો, પરિવર્તનલિંગ (કાળ) સહિત, દ્રવ્યપણાને પામે છે (અર્થાત્ તે છયે દ્રવ્યો છે).
अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स। मेलंता वि य णिचं सगं सभावं ण विजहंति॥७॥ અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને,
અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭. અર્થ તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્ય અવકાશ આપે છે, પરસ્પર (ક્ષીરનીરવતુ) મળી જાય છે, તો પણ સદા પોતપોતાના સ્વભાવને છોડતાં નથી.
सत्ता सव्वपयत्था सविस्सरूवा अणंतपज्जाया। भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एक्का ॥८॥ સર્વાર્થપ્રાપ્ત, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે,
સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮. અર્થ સત્તા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક, એક, સર્વપદાર્થસ્થિત, સવિશ્વરૂપ, અનંતપર્યાયમય અને સપ્રતિપક્ષ છે.
दवियदि गच्छदि ताई ताई सब्भावपज्जयाइं जं। दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो॥९॥ તે તે વિવિધ સદ્ભાવપર્યયને દ્રવે-વ્યાપે-લહે
તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯. અર્થ તે તે સદ્ભાવપર્યાયોને જે દ્રવે છે-પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે કે - જે સત્તાથી અનન્યભૂત છે.
दव्वं सल्लक्षणयं उप्पादव्वयधुवत्तसंजुत्तं । गुणपज्जयासयं वा जंतं भण्णंति सव्वण्हू ॥१०॥ છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધુવયુક્ત જે, ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦.