________________
૨૬૫
'समवाओ पंचण्हं समउ त्ति जिणुत्तमेहिं पण्णत्तं। सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ॥३॥ સમવાદ વા સમવાય પાંચ તણો સમય - ભાખ્યું જિને;
તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩. અર્થ : પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ અથવા તેમનો સમવાય (પંચાસ્તિકાયનો સચફ બોધ અથવા
સમૂહ) તે સમય છે એમ જિનવરોએ કહ્યું છે. તે જ લોક છે (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે); તેનાથી આગળ અમાપ અલોક આકાશસ્વરૂપ છે. ૧. મૂળ ગાથામાં રમવાનો શબ્દ છે; સંસ્કૃત ભાષામાં તેનો અર્થ સમજાવઃ પણ થાય અને સમવાય પણ વાય.
जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आगासं। अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता॥४॥ જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ
અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪. અર્થ જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ તેમ જ આકાશ અસ્તિત્વમાં નિયત, (અસ્તિત્વથી) અનન્યમય અને
અણુમહાન (પ્રદેશે મોટાં) છે. ૧. અણુમહાન = (૧) પ્રદેશે મોટાં અર્થાત્ અનેકપ્રદેશી; (૨) એક પ્રદેશી (વ્યક્તિ-અપેક્ષાએ) તેમ જ અનેક પ્રદેશી (શક્તિઅપેક્ષાએ).
जेसिं अत्थि सहाओ गुणेहिं सह पज्जएहिं विविहेहिं। ते होंति अत्थिकाया णिप्पण्णं जेहिं तइलुकं ॥५॥ વિધવિધ ગુણો ને પર્યયો સહ જે અનન્યપણું ધરે
તે અસ્તિકાયો જાણવા, ગૈલોક્યરચના જે વડે. ૫. અર્થ : જેમને વિવિધ ગુણો અને પર્યાયો -પ્રવાહકમના તેમ જ વિસ્તારક્રમના અંશો) સાથે પોતાપણું છે તે
અસ્તિકાયો છે કે જેમનાથી ત્રણ લોક નિષ્પન્ન છે. ૧. પર્યાયો = (-પ્રવાહકમ તેમ જ વિસ્તારક્રમના) નિર્વિભાગ અંશો. (પ્રવાહકમના અંશો તો દરેક દ્રયને હોય છે, પરંતુ વિસ્તારકમના અંશો અસ્તિકાયને જ હોય છે.)
ते चेव अत्थिकाया तेकालियभावपरिणदा णिच्चा। गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुत्ता॥६॥