________________
૨૬૮ भावस्स णत्थि णासो णत्थि अभावस्स चेव उप्पादो। गुणपज्जयेसु भावा उप्पादवए पकुव्वंति ॥१५॥ નહિ “ભાવ” કેરો નાશ હોય, ‘અભાવ'નો ઉત્પાદના;
‘ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫. અર્થ ભાવનો (સતનો નાશ નથી તેમજઅભાવનો (અસનો) ઉત્પાદનથી; ભાવો(સદ્રવ્યો) ગુણપર્યાયોમાં ઉત્પાદવ્યય કરે છે.
भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो। सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ॥ १६ ॥ જીવાદિ સૌ છે “ભાવ”, જીવગુણ ચેતનાઉપયોગ છે;
જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬. અર્થ : જીવાદિ (દ્રવ્યો) તે ‘ભાવો છે. જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે અને જીવના પર્યાયો દેવ-મનુષ્યનારક-તિર્યંચરૂપ ઘણા છે.
मणुसत्तणेण णट्ठो देही देवो हवेदि इदरो वा। उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो॥१७॥ મનજત્વથી વ્યય પામીને દેવાદિ દેહી થાય છે;
ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્દભવ લહે. ૧૭. અર્થ મનુષ્યપણાથી નષ્ટ થયેલો દેહી (જીવ) દેવ અથવા અન્ય થાય છે; તે બન્નેમાં જીવભાવનષ્ટ થતો નથી અને બીજો જીવભાવ ઉત્પન્ન થતો નથી.
सो चेव जादि मरणं जादि ण णट्ठो ण चेव उप्पण्णो। उप्पण्णो य विणट्ठो देवो मणुसु त्ति पज्जाओ॥१८॥ જન્મ મરે છે તે જ, તો પણ નાશ-ઉદ્ભવ નવ લહે;
સુર - માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮. અર્થ તે જ જન્મે છે અને મરણ પામે છે છતાં તે ઉત્પન્ન થતો નથી અને નષ્ટ થતો નથી; દેવ, મનુષ્ય એવો પર્યાય ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે.
एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो। तावदिओ जीवाणं देवो मणुसो त्ति गदिणामो॥१९॥