________________
૨૫૬
પારિણામિકભાવથી જીવ અનાદિ અનંત છે, ક્ષાયિકભાવથી સાદિ અનંત છે અને બાકીના ત્રણ ભાવોથી સાદિ સાન્ત છે. પર્યાય અપેક્ષાથી જીવ સાદિ સાન્ત છે, દ્રવ્ય અપેક્ષાથી અનાદિ અનંત છે. પારિણામિકભાવ સ્વભાવભાવ છે. કર્મના વગર જીવને ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમભાવ નથી હોતાં એટલે એ કર્મકૃત છે.
કર્મને વેદતો થકો જે જીવ જેવા ભાવ કરે છે, એ ભાવનો જ એ કર્તા હોય છે. જીવભાવમાં કર્મ નિમિત્ત છે અને કર્મમાં જીવ નિમિત્ત છે, તે છતાં એ એકબીજાના કર્તા નથી, પરંતુ પોતપોતાના ભાવના કર્તા છે, વ્યવહારથી કર્મના કર્તા કહેવાય છે.
પોતપોતાના ભાવના કર્તા હોવા છતાં પણ જીવ કર્મકૃત સુખ-દુઃખ, ઇષ્ટ-અનિષ્ટનો ભોક્તા છે; કારણ કે જ્યારે જીવ મોહ-રાગ-દ્વેષ ભાવ કરે છે ત્યારે ત્યાં રહેવાવાળા પુદ્ગલ પોતાના ભાવોથી જીવમાં અન્યોન્ય અવગાહરૂપથી પ્રવિષ્ટ થઈને કર્મભાવને પ્રાપ્ત થાય છે. એટલે જીવ-પુદ્ગલ અન્યોન્ય અવગાહથી ગ્રહણ દ્વારા પરસ્પર બદ્ધ છે. કર્મ સુખ-દુઃખ આપે છે, જીવ તેને ભોગવે છે. કર્મ માત્ર કર્તા છે, ભોક્તા નથી અને જીવ કર્તા અને ભોક્તા બન્ને છે કારણ કે તે ચેતન છે.
પોતાની પ્રભુત્વશક્તિ દ્વારા જ જીવ નિશ્ચયથી ભાવકર્મોનો અને વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તાભોક્તા થયો થકો સાંત અથવા અનંત સંસારમાં ભ્રમણ કરે છે.
જ્યારે આત્મા કર્મોનો ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ કરતો થકો સભ્યજ્ઞાન દ્વારા પ્રભુત્વ શક્તિવાન થતો થકો જ્ઞાનનું જ અનુસરણ કરવાવાળા માર્ગમાં વિચરે છે ત્યારે આત્મતત્ત્વને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.
બંધથી સર્વથા મુક્ત જીવ ઉર્ધ્વગમન કરે છે, બાકીના જીવ ભવાન્તરમાં જતાં હોવાથી કર્મનિમિત્તક અનુશ્રેણી ગમન કરે છે.
અંતમાં જીવ દ્રવ્યના ભેદો બતાવવામાં આવ્યા છે.
૨) પુદ્ગલાસ્તિકાય : (ગાથા ૭૪ થી ૮૨)
આ ગાથાઓમાં પુદ્ગલદ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે. તે ચાર પ્રકારનું છે. ૧) ધ ૨) સ્કંધદેશ ૩) સ્કંધપ્રદેશ
૪) પરમાણુ.
પુદ્ગલપિડાત્મક સંપૂર્ણ વસ્તુ અર્થાત્ અનંતાનંત પુદ્ગલ પરમાણઓનું પિંડ સ્કંધ છે, તેનુ અડધું સ્કંધદેશ છે, તેનું પણ અડધું અર્થાત્ અડધાનું અડધું સંધપ્રદેશ છે અને અંતિમ અંશ અર્થાત્ અવિભાગીને પરમાણુ કહે છે. બાદર-બાદર, બાદર, બાદર-સૂક્ષ્મ, સૂક્ષ્મ-બાદર, સૂક્ષ્મ અને સૂક્ષ્મ-સૂક્ષ્મ - આ છે ભેદવાળા પુદ્ગલોથી સંપૂર્ણ લોક નિર્મિત છે.
સર્વ સ્કંધોના અંતિમ ભાગ પરમાણુ છે. આ પરમાણુ એક, અવિભાગી, શાશ્વત, મૂર્તિક અને અશબ્દ હોય છે. પૃથ્વી આદિ ધાતુઓનું કારણ આ જ પરમાણુ છે.