________________
૨૬૨ (બ) મોક્ષમાર્ગ અધિકાર-મોક્ષમાર્ગ પ્રપંચ-સૂચક ચૂલિકા પરમ અધ્યાત્મરસથી યુક્ત આ ચૂલિકા જ આ ગ્રંથનો સાર છે. વસ્તુવ્યવસ્થાના પ્રતિપાદક આ સૈદ્ધાંતિક ગ્રંથને અધ્યામિકતા પ્રદાન કરવાવાળી આ ચૂલિકા છે.
જીવઅભાવમાં નિયત ચારિત્રજમોક્ષમાર્ગ છે. જીવનો સ્વભાવ જ્ઞાન તેમજ દર્શન છે, જે જીવથી અનન્યમય છે, અનિન્દિત (રાગાદિ પરિણામના અભાવને કારણે અનિન્દિત છે) છે. એટલે જ્યારે જીવ સ્વભાવમાં યિત થયો થકો સ્વચારિત્રને કરે છે, ત્યારે તે કર્મબંધનથી છૂટે છે.
જો આ અનિયત ગુણ-પર્યાયવાળો હોય તો પરચારિત્ર છે. જે જીવ રાગથી પ્રરદ્રવ્યમાં શુભાશુભ ભાવ કરે છે, પરચારિત્રમાં પ્રવર્તન કરે છે, તેને આ જ રાગભાવથી પુણ્ય-પાપનો આસ્રવ થાય છે, એ ભાવ જ પરચારિત્ર.છે..
જેસર્વસંગમુક્ત, પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત આત્માના જ્ઞાન-દર્શનરૂપસ્વભાવ દ્વારા સ્થિરતાપૂર્વક જાણે છે, દેખે છે અને આચરણ કરે છે તે, સ્વચારિત્રને આચરે છે.
આના પછી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ દર્શાવી કહ્યું છે કે ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, અંગપૂર્વ સંબંધી જ્ઞાન સમ્યજ્ઞાન છે અને તપમાં પ્રવૃત્તિ ચારિત્ર છે - આ વ્યવહાર મોક્ષમાર્ગ છે.
નિશ્ચય થી તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા સમાહિત (આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, એનાથી ભિન્ન નથી, પરંતુ અભિન્ન જ છે) થયો થકો આત્મા જ જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને કારણે મોક્ષમાર્ગ છે. વસ્તુતઃ તો જે આત્મા અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે (દ્ધ છે); તે જ ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે.
આ પ્રમાણે આચરણ કરતો જીવ સર્વજ્ઞ-સર્વદર્શી થયો થકો પરમસુખનો અનુભવ કરે છે.
એટલે મોક્ષમાર્ગ હોવાથી દર્શન-જ્ઞાન-ચારિત્ર જ સેવવા યોગ્ય છે, પરંતુ જ્યારે એ જરા પણ પરસમય વૃત્તિથી યુક્ત હોય છે તો પછી એનાથી કથંચિત બંધ પણ થાય છે. ધ્યાન રાખવું કે આ બંધ દર્શન-જ્ઞાન-ચારિત્રથી નથી પણ પરસમય વૃત્તિથી થયો છે, પરંતુ એમ કહેવામાં આવે છે દર્શન-જ્ઞાનચારિત્રથી થાય છે.
અરહંત, સિદ્ધ, ચૈત્ય, પ્રવચન, મુનિગણ અને જ્ઞાનના પ્રતિ ભક્તિસંપન્ન જીવ બહુ જ પુણ્ય બાંધે છે પણ કર્મનો ક્ષય નથી કરતો. એટલે એનાથી મુક્તિ સંભવ નથી અને અજ્ઞાનતાવશ કોઈ જીવ એનાથી મુક્તિ માને તો તે પરસમયરત છે.
જેના હૃદયમાં પરદ્રવ્યના પ્રતિ લેશમાત્ર પણ રાગ છે, એ સંપૂર્ણ આગમોને જાણતો થકો પણ પોતે પોતાને નથી જાણતો. એટલે એને શુભાશુભ કર્મોનો વિરોધ નથી, ન તો મુક્તિ સંભવ છે. એટલા માટે મોક્ષાર્થી જીવ નિઃસંગ, નિર્ભય થઈને શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ સિદ્ધભક્તિ કરે છે અને તેના ફળસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે.