________________
૨૫૯ ૨. દ્વિતીય શ્રુતસ્કંધ:
આ ખંડમાં બે અધિકાર છે. પ્રથમ નવ પદાર્થનું અને બીજા અધિકારમાં મોક્ષમાર્ગ (રત્નત્રય)નું નિરૂપણ કરવામાં આવ્યું છે. (અ) નવ પદાર્થ અધિકારઃ (ગાથા ૧૦૫ થી ૧૦૮)
આચાર્યદવ મંગલાચરણ કરીને નવ પદાર્થ અને મોક્ષમાર્ગનું નિરૂપણની પ્રતિજ્ઞા કરે છે. સમ્યગ્દર્શનજ્ઞાન સહિત, રાગ-દ્વેષ રહિત ચારિત્ર જ મોક્ષમાર્ગ છે. નવ પદાર્થોનું સમ્યક શ્રદ્ધાન સમ્યગ્દર્શન અને એનું જ જ્ઞાન સમ્યજ્ઞાન છે તથા વિષયોથી નિવૃત્ત અને નિજ પ્રવૃત્ત સમભાવ જ ચારિત્ર છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ નવ પદાર્થ છે. એમાં જીવ, અજીવ બે ભાવ (મૂળ પદાર્થ) છે. ૧) જીવ પદાર્થ: (ગાથા ૧૦૯ થી ૧૨૩) ઉપયોગ લક્ષણ ચેતના સ્વભાવી જીવ, સંસારી અને સિદ્ધના ભેદથી બે પ્રકારના છે. સંસારી જીવ દેહ સહિત અને સિદ્ધ દેહ રહિત.
સંસારી જીવ ઈન્દ્રિયોની અપેક્ષા પાંચ પ્રકારના છે. એકેન્દ્રિય: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય-એ પાંચે મન-પરિણામ રહિત એકેન્દ્રિય છે, અત્યંત મોહથી સંયુક્ત છે. એને માત્ર સ્પર્શનું જ જ્ઞાન થાય છે. પૃથ્વીકાયિક, અપમાયિક અને વનસ્પતિકાયિક જીવો સ્થાવર શરીરના સંયોગવાળા છે. બાકીના બન્ને અગ્નિકાયિક અને વાયુકાયિક ત્રસ શરીરના સંયોગવાળા છે. (વ્યવહારથી કહેવામાં આવે છે.) બેઈન્દ્રિય:સ્પર્શ અને રસને જાણવાવાળા શબુક, માતૃવાહ, શંખ, સીપ અને પગરહિત કૃમિ બેઇન્દ્રિય છે. ત્રી ઇન્દ્રિય: સ્પર્શ, રસ અને ગંધને જાણવાવાળા-જુ, ખટમલ, કીડી, વિંછી આદિત્રણ ઇન્દ્રિયવાળા છે. ચતુરઈન્દ્રિય: સ્પર્શ, રસ, ગંધ અને રૂપને જાણવાવાળા - ડાંસ, મચ્છર, માખી, ભ્રમર, પતંગીયા - આ બધા ચતુઈન્દ્રિય છે. પંચેન્દ્રિય : સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણવાવાળા. જલચર, સ્થલચર, ખેચર, દેવ, મનુષ્ય, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય જીવ છે. આમાં દેવ ચાર પ્રકારના છે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. મનુષ્ય બે પ્રકારના છે - ભોગભૂમિજ અને કર્મભૂમિજ. નારકી જેટલી નરકો છે તેટલા સાત પ્રકારના જુદા જુદા છે. તિર્યંચ અનેક પ્રકારના છે. જીવોના દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌગલિક કર્મ નિમિત્તભૂત છે, એટલે દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી.