________________
૨૫૭ પરમાણુઓનો સંઘાત સ્કંધ છે. શબ્દ અંધથી ઉત્પન્ન થાય છે. સ્કંધોના ટકરાવથી શબ્દ ઉત્પન્ન થાય છે.
પરમાણુનતો અનવકાશ છે, ન તો સાવકાશ છે. આ સ્કંધોના કર્તા પણ છે અને ભેદન કરવાવાળો પણ તથા કાળ અને સંખ્યાને વિભાજિત કરવાવાળો પણ છે. આ એક રસવાળો, એક ગંધવાળો, એક વર્ણવાળો અને બે સ્પર્શવાળો છે. સ્કંધની અંદર હોવા છતાં પણ પરમાણુ પરિપૂર્ણ સ્વતંત્ર દ્રવ્ય છે.
ઇન્દ્રિયો દ્વારા ઉપભોગનો વિષય, ઈન્દ્રિયો, શરીર, મન, કર્મ અને અન્ય જે કાંઇ મૂર્ત છે તે બધા પુદ્ગલ છે.
અનવકાશ એક પ્રદેશ દ્વારા એ પ્રદેશથી અભિન્ન અસ્તિત્વવાળા સ્પર્ધાદિ ગુણોને અવકાશ આપે છે માટે અનવકાશ નથી.
સાવકાશ નિરંશ હોવાને કારણે સાવકાશ નથી. ૩-૪) ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રવ્યાસ્તિકાય : (ગાથા ૮૩ થી ૮૯) આ ગાથાઓમાં ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે. ધર્મદ્રવ્ય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ, અમૂર્ત, અશબ્દ, લોકવ્યાપક, અખંડ, વિશાલ અને અસંખ્યાત પ્રદેશ છે.
ધર્મદ્રવ્ય ગતિક્રિયા-પરિણત જીવ અને પુગલોને ઉદાસીન, અવિનાભાવી સહાયમાત્ર હોવાથી ગતિક્રિયામાં કારણભૂત છે. જે પ્રમાણે પાણી માછલીઓને ગમનમાં ઉદાસીન નિમિત્ત છે, એ જ પ્રમાણે ધર્મદ્રવ્યપણ જીવ-પુગલોને ગમનમાં ઉદાસીન નિમિત્ત છે.
અધર્મદ્રવ્ય સ્થિતિક્રિયાયુક્ત જીવ અને પુલોને ઉદાસીન અવિનાભાવી સહાયમાત્ર હોવાથી સ્થિતિક્રિયામાં કારણભૂત છે. જે પ્રમાણે પૃથ્વી અશ્વાદિકને સ્થિતિમાં ઉદાસીન નિમિત્ત છે, તે જ પ્રમાણે અધર્મદ્રવ્ય પણ જીવ-પુદ્ગલોની સ્થિતિમાં ઉદાસીન નિમિત્ત છે.
ધર્મ-અધર્મગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નથી, પરંતુ ઉદાસીન હેતુ છે. જો તેમને મુખ્ય હેતુ માનવામાં આવે તો જેને ગતિ હોય છે તેને ગતિ જ થતી રહે, સ્થિતિ ન થાય; જેને સ્થિતિ થતી હોય તેને સ્થિતિ જ રહે, ગતિ ન થાય. પરંતુ આ પ્રત્યક્ષ બાધિત છે, કારણ કે જેને ગતિ હોય છે તેને જ સ્થિતિ જોવામાં આવે છે, એટલે ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુ નથી થઈ શકતા, ઉદાસીન હેતુ જ તેમાં સંભવ છે.
ધર્મ-અધર્મ લોકાકાશ સુધી જ ગતિ-સ્થિતિના નિમિત્ત છે, અલોકમાં તેની પહોંચ નથી, એટલે એના જ કારણે લોકાલોકના વિભાગ થાય છે. એ અસંખ્યાત પ્રદેશી છે. આ બન્ને જો કે પૃથ્થક અસ્તિત્વ હોવાથી વિભક્ત છે તથા એકક્ષેત્રાવગાહી હોવાથી અવિભક્ત પણ છે. ૫) આકાશદ્રવ્યાસ્તિકાય (ગાથા ૯૦ થી ૯૬) આ ગાળામાં આકાશદ્રવ્યાસ્તિકાયનું કથન કરવામાં આવ્યું છે. આકાશ સમસ્ત દ્રવ્યોને અવકાશ(અવગાહ)માં નિમિત્ત છે. આ ગતિ-સ્થિતિનું નિમિત્તકારણ નથી થઈ