________________
૨૫૨ આ ગ્રંથમાં સ્પષ્ટરૂપથી બે ખંડ છે. પ્રથમ ખંડમાં છ દ્રવ્ય - પંચાસ્તિકાયનું વર્ણન છે અને બીજા ખંડમાં નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે. બીજા ખંડના અંતમાં ચૂલિકાના રૂપમાં તત્ત્વોના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, છ દ્રવ્ય અને નવ પદાર્થના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગથી (સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની એકતાથી) કલ્યાણ સ્વરૂપ ઉત્તમ મોક્ષ પ્રાપ્તિ કહી છે. પ્રથમ શ્રુતસ્કંધઃ આ મહાધિકારમાં સર્વ પ્રથમ છવીસ ગાથાઓનું મંગલાચરણ અને ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા કરીને એ ઉપરાંત છ દ્રવ્ય અને પંચાસ્તિકાયની સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠીકા આપવામાં આવી છે. એ પછી પ્રત્યેક દ્રવ્યનું જુદું જુદું વર્ણન કરવામાં આવ્યું છે. (ક) છ દ્રવ્ય - પંચાસ્તિકાયનું સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકાઃ (ગાથા ૧ થી ૨૬) આ પીઠિકામાં પાંચ અસ્તિકાયોનું અસ્તિત્વ અને કાયત્વજે સુંદરતાથી બતાવવામાં આવ્યું છે તે મૂળમાં અભ્યાસ કરવા યોગ્ય છે.
આચાર્યદવ સર્વ પ્રથમ સમયનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે પાંચ અસ્તિકાયોનું સમ્યબોધ અથવા સમૂહ જ સમય છે. સમય ત્રણ પ્રકારનું હોય છે. (૧) શબ્દસમય (૨) જ્ઞાનસમય (૩) અર્થસમય. શબ્દગમ શબ્દસમય છે, જ્ઞાનગમ જ્ઞાનસમય છે અને સર્વ પદાર્થસમૂહ અર્થસમય છે. અર્થસમય બે પ્રકારના છે - લોક અને અલોક. અહીં જ્ઞાનસમયની પ્રસિદ્ધિ અર્થે શબ્દસમયના સંબંધથી અર્થસમય કહેવાનો ઇરાદો છે.
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ પંચાસ્તિકાય છે. આ અસ્તિત્વથી નિયત અને અનન્યમય તથા અણુમાન છે, પર્યાયાર્થિકનયથી પોતાથી કથંચિત ભિન્ન હોવાને કારણ એ અસ્તિત્વથી નિયત છે અને દ્રવ્યાર્થિકનયથી સ્વયં સતું હોવાને કારણ અસ્તિત્વથી અનન્યમય છે. આ પાંચેય દ્રવ્ય અણુમહાન હોવાથી કાયવયુક્ત છે, પરંતુ કાલાણને કોઈ પણ પ્રકારે વ્યક્તિ અપેક્ષા - શક્તિ અપેક્ષા) કાય7નથી.
આ પાંચ અસ્તિકાય કાળ સહિત છ દ્રવ્ય કહેવાય છે. છયે દ્રવ્ય એકબીજાને અવકાશ આપે છે. એકબીજામાં પ્રવેશ કરે છે, પરસ્પર મળી જાય છે. આ પ્રમાણે એમાં અત્યંત સંકર (ભેળસેળ) હોવા છતાં પણ એ પોતપોતાના સ્વરૂપને છોડતા નથી.
આના પછી અસ્તિત્વ, દ્રવ્યનું સ્વરૂપ અને એની અનન્યતા સિદ્ધ કરીને આચાર્ય કહે છે કે સત્તા (સત) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક, એક, સર્વપદાર્થસ્થિત, સવિશ્વરૂપ, અનંતપર્યાયમય અને સપ્રતિપક્ષ છે.
આ રાત્તા દ્રવ્યથી ભિન્ન નથી, પરંતુ તન્મય છે, કારણ કે આ પર્યાયોથી જે દ્રવે છે, પ્રાપ્ત થાય છે તે દ્રવ્ય છે. દ્રવ્ય સત્ છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સંયુક્ત છે અને ગુણો અને પર્યાયોનો આશ્રય છે.
દ્રવ્યનો ન તો ઉત્પાદ છે, ન વિનાશ, એ તો સહુ સ્વભાવવાળો છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવતા પર્યાયો કરે છે.