________________
૨૪૬
સર્વ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા છે.
અને હવે મુનિ ભલે આગમધર હોય તો પણ કેમ સિદ્ધત્વ પામતા નથી એ બતાવે છે.
અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વ આગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને.
અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વર્તતી હોય તો તે ભલે સર્વ નગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી.
અને હવે પરિપૂર્ણ શ્રામણ્યની વ્યાખ્યા કરતાં ૨૪૨મી ગાથામાં કહે છે કે ઃ
દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે,
તેને કહ્યો એકાગ્યગત; શ્રામણ્ય ત્યાં પરિપૂર્ણ છે.
જે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણમાં યુગપદ આરૂઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ શાસ્ત્રમાં કહ્યું છે તેને શ્રામણ્ય પરિપૂર્ણ છે.
શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્ર કહ્યા;
શુદ્ધોપયોગી છે નિરાસવ, શેષ સાસ્રવ જાણવા. ૨૪૫.
શાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે), શુદ્ધોપયોગી તે શ્રમણ છે, શુભોપયોગી પણ શ્રમણ છે; તેમાંય, શુદ્ધોપયોગી નિરાસ્રવ છે, બાકીના સાસ્રવ છે. (અર્થાત્ શુભોપયોગી આસ્રવ સહિત છે).
શ્રામણ્યમાં જો અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા વર્તતી હોય તો તે શુભયુક્ત ચર્યા શુભોપયોગી ચારિત્ર છે.
આક્રાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ પ્યાસથી,
સાધુ કરો સેવા સ્વશક્તિપ્રમાણ એ મુનિરાજની. ૨૫૨.
રોગથી, ક્ષુધાથી, તૃષાથી અથવા શ્રમણથી આક્રાંત શ્રમણને દેખીને સાધુ પોતાની શક્તિ અનુસાર વૈયાવૃત્યાદિક કરો.
આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય છે અને ગૃહસ્થોને તો મુખ્ય હોય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે, તેનાથી જ (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌષ્યને પામે છે.
૨૦ હવે વિપરીતતાનું ફળ દર્શાવે છે.
ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને,
નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫