________________
૨૪૪ અન્ય દ્રવ્યોમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ શુભોપયોગ યુક્ત નહિ થયો થકો જ્ઞાનાત્મક આત્માને ધ્યાવું છું. ૧૭. હવે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવતાં ૧૭૨મીગાથામાં આત્માનું અલિંગગ્રહણ” અર્થ કરીને પરમાર્થઆત્માની અનુભૂતિનું સ્વરૂપ ઘણું સ્પષ્ટ કર્યું છે.
છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગ્રહાણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાને કહ્યું નથી એવો જાણ.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પણ ઇન્દ્રિયો વડે તે જણાતો નથી. ઈન્દ્રિયોના અવલંબનવાળું જ્ઞાન આત્માને જાણી શકતું નથી. ઇન્દ્રિયોથી પર થઈને ચિદાનંદ સ્વભાવમાં અંતર્મુખ થાય - તે જ્ઞાન વડે જ આત્મા જણાય છે - એ સિવાય ઇન્દ્રિય પ્રત્યક્ષ વડે તે જણાતો નથી. અતીન્દ્રિય જ્ઞાનમૂર્તિ આત્મા ઇન્દ્રિયગમ્ય કોઈ ચિહ્ન દ્વારા જણાતો નથી. આત્મા ઉપયોગ સ્વરૂપ છે, ઉપયોગ તેનું લક્ષણ છે. આત્માના પરમ ચિદાનંદ સ્વભાવને અનુસરીને જે ઉપયોગ કામ કરે છે તે જ આત્માનું ખરું લક્ષણ છે.
૧૮.
હું પર તણો નહિ, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું
-જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. હું પરનો નથી, પર મારા નથી, હું એક જ્ઞાન છું' એમ જે ધ્યાવે છે, તે ધ્યાતા ધ્યાનકાળે અર્થાત્ શુદ્ધાત્મા થાય છે. અહીંયા ધ્યાનનું સ્વરૂપ શુદ્ધોપયોગ જ છે એમ બતાવ્યું છે. અને છેવટે ૨૦મી ગાથામાં નિર્વાણમાર્ગની વિધિ બતાવી છે.
એ રીતે તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને,
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્લ્સ છું હું મમત્વને. તેથી (અર્થાતુ શુદ્ધાત્મામાં જ પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું. અને એ રીતે શેયત પ્રજ્ઞાપન
અધિકાર પૂર્ણ કરે છે. ૧૯. હવે ત્રીજા શ્રતખંડ ચરણાનુયોગસૂચક ચૂલિકાનો પ્રારંભ કરતાં આચાર્યદેવ શ્રમણ્યને અંગીકાર કરવાનો
ઉપદેશ આપે છે.