________________
૨૪૨ ૧૨. અને હવે ૯૨મી ગાથામાં પ્રથમ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનની પૂર્ણાહુતિ કરતાં કહે છે :
આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે. જે આગમમાં કુશળ છે, જેની મોહદષ્ટિ હણાઈ ગઈ છે અને જે વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે, તે મહાત્મા શ્રમણને ધર્મ કહેલ છે. સમસ્ત જિનાગમોએ “વીતરાગતા'ને જ તાત્પર્ય કહ્યું છે. વીતરાગતા સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. સ્વદ્રવ્યનો આશ્રય તેના સમ્યક શ્રદ્ધા જ્ઞાન વડે જ થાય છે. જિનવાણીનો
સમ્યફ અભ્યાસ મોહને તોડવા માટે બ્રહ્માસ્ત્ર છે. ૧૩. શેયનું સ્વરૂપ બતાડવાની શરૂઆત કરતાં આચાર્ય પ્રથમ દ્રવ્ય” શું છે તે કહે છે -
છોડ્યા વિના જ સ્વભાવને, ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પર્યય સહિત જે, દ્રવ્ય ભાખ્યું તેહને. સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને ‘દ્રવ્ય” કહે છે. હવે સર્વમાં વ્યાપનારું લક્ષણ બતાવતાં આચાર્ય સમજાવે છે -
વિધવિધલક્ષણીનું સરવ-ગત સર્વ’ લક્ષણ એક છે,
-એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ધર્મને ખરેખર ઉપદેશતા તીર્થંકરે આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળા (ભિન્ન ભિન્ન સ્વરૂપઅસ્તિત્વવાળા સર્વ) દ્રવ્યોનું સત” એવું સર્વગત (સર્વમાં વ્યાપનારું) લક્ષણ સાદશ્ય-અસ્તિત્વ એક કહ્યું છે. પદાર્થોના સ્વભાવની વાત કરતાં ગાથા ૯૯માં જાહેર કરે છે કે :
દ્રવ્યો વિષે અવસ્થિત, તેથી “સતુ’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્ય સ્વભાવ છે. સ્વભાવમાં ટકેલું હોવાથી દ્રવ્ય છે; દ્રવ્યનો જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેનો સમુદાય ખરેખર દ્રવ્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયત્રણે સત્ છે. ૧૪. હવે નયનું સ્વરૂપ બતાવી ગાથા ૧૧૪માં એમ બતાવ્યું છે કે :
દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિક
છે અન્ય, જેથી તે સમય તરૂપ કોઈ અનન્ય છે. દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે દ્રવ્ય અન્ય અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે.