________________
પ્રકરણ ૧૦
શ્રી પ્રવચનસાર - પ્રસાદી
૧. જ્ઞાન-દર્શનસ્વરૂપ પોતાના આત્માને સ્વસંવેદન-પ્રત્યક્ષ કરીને, તે સ્વસંવેદનના બળે ભગવંત પંચપરમેષ્ઠીને
પણ અભેદ નમસ્કાર વડે સાક્ષાત્ સંભાવીને, મોક્ષલક્ષ્મીના સ્વયંવરનો મંગલ ઉ સવ એટલે આ પ્રવચનસાર.
“અહો પંચપરમેષ્ઠી ભગવંતો ! મારા સ્વસંવેદન જ્ઞાનના બળે આપના સ્વરૂપનો સાક્ષાત્ કરીને હું નમસ્કાર કરું છું આ રીતે સર્વોત્કૃષ્ટ અપૂર્વ મંગલાચરણ કર્યું છે. મંગળરૂપે સ્વાનુભવથી પ્રસિદ્ધ એવા
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને નમસ્કાર કર્યા છે. ૨. આવા ઉત્કૃષ્ટ જ્ઞાન-આનંદસ્વરૂપને નમસ્કાર કરતાં આત્મામાં રાગથી જુદો મંગળભાવ પ્રગટે છે. સમ્યગ્દર્શન
થયું ત્યાં આત્માના સુખના સિંહાસને બેઠો. ત્યાં પુણ્ય-પાપ, રાગ-દ્વેષ ભાવોથી વિરક્ત થઈને તે ચૈતન્યના
જ્ઞાન-આનંદસ્વરૂપનો રસીક થયો, હવે પર્યાયે પર્યાયે તેને ચૈતન્યરસના અમૃત ઝરે છે. ૩. અહો! સર્વજ્ઞની વીતરાગી વાણીરૂપ જિનાગમ ! તે ચૈતન્યના આનંદસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે, ને
સંસારથી નિવૃત્તિ કરીને આત્માને મોક્ષની આરાધના કરાવે છે. આવા જિનાગમ જયવંત હો! ૪. જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ સ્વાનુભવ વડે જ થાય છે, તેને માટે બીજો ઉપાય નથી. તે
અનુભવ માટે તેનું સ્વરૂપ લક્ષગત કરીને, તેના રસપૂર્વક વારંવાર અંદર તેનું ઘોલન કરવું જોઈએ. ચૈતન્ય સન્મુખના ભાવ વડે તેનો અનુભવ થાય છે ને જ્ઞાન-આનંદનો સ્વાદ આવે છે; આવો વીતરાગનો માર્ગ
છે. તે અપૂર્વ પાત્રતાથી પ્રગટ થાય છે. ૫. એકલા પોતાના જ્ઞાન-આનંદ સ્વરૂપને જ અવલંબીને કેવળજ્ઞાન અને મહા આનંદ પ્રગટે છે; આવો
આત્માનો સ્વભાવ જ છે, તે વાત આચાર્યદવે અરિહંતોના ઉદાહરણથી આ પ્રવચનસારમાં સમજાવી છે. ૬. હવે ગાથા ૭માં કહે છે, “ચારિત્રખરેખર ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન
નિજ પરિણામ છે'. ૧૧મી ગાથામાં એવા ધર્મપરિણત જીવની વાત છે. કષાય વગરનો શુદ્ધોપયોગ તે ધર્મ છે - તેનું ફળ મોક્ષસુખ છે અને શુભ ઉપયોગવાળો સ્વર્ગના સુખને પામે છે. અશુભ ઉદયથી હજારો
દુઃખોથી પીડિત થતો અનંત સંસારમાં જીવ ભમે છે. ૭. ૧૭ મી ગાથામાં કહે છે, “વ્યયહીન છે ઉત્પાદને ઉત્પાદહીન વિનાશ છે; તેને જ વળી ઉત્પાદ-ધ્રૌવ્ય
વિનાશનો સમવાય છે. શુદ્ધાત્મભાવને પામેલા આત્માને વિનાશ રહિત ઉત્પાદ છે અને ઉત્પાદ રહિત
વિનાશ છે. તેને જ વળી સ્થિતિ, ઉત્પાદ અને વિનાશનો સમવાય (મેળાપ-એકઠાપણું) છે. ૮. હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવતાં કહે છે, “જીવ દ્રવ્ય જ્ઞાન પ્રમાણ ભાંખ્યું, જ્ઞાન શેય પ્રમાણ છે; ને શેય
લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે.’ આત્મા જ્ઞાનપ્રમાણ છે; જ્ઞાન શેયપ્રમાણ કહ્યું છે, જોય લોકાલોક છે, તેથી જ્ઞાન સર્વગત (અર્થાત્ સર્વ વ્યાપાક) છે.