________________
૨૩૮ तम्हा समं गुणादो समणो समणं गुणेहिं वा अहियं । अधिवसदु तम्हि णिच्चं इच्छदि जदि दुक्खपरिमोक्खं ॥ २७० ॥ તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના,
તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૮. અર્થ : (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે, તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઇચ્છતો હોય તો તે સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત. વસો.
जे अजधागहिदत्था एदे तच त्ति णिच्छिदा समये। अच्चंतफलसमिद्धं भमंति ते तो परं कालं ॥ २७१॥ સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને,
અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૭૧. અર્થ : જેઓ, ભલે તેઓ સમયમાં હોય તો પણ (-ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હોય તો પણ), “આ
તત્ત્વ છે(અર્થાતું આમ જ વસ્તુ સ્વરૂપ છે)' એમ નિશ્ચયવંત વર્તતા થકા પદાર્થોને અયથાતથપણે ગ્રહે છે (-જેવા નથી તેવા સમજે છે), તેઓ અત્યંતફળસમૃદ્ધ (અનંત કર્મફળોથી ભરેલા) એવા હવે પછીના કાળમાં પરિભ્રમણ કરશે.
अजधाचारविजुत्तो जधत्थपदणिच्छिदो पसंतप्पा। अफले चिरं ण जीवदि इह सो संपुण्णसामण्णो॥२७२॥ અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨. અર્થ જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને
અયથાચાર રહિત છે, તે સંપૂર્ણ શ્રામગ્યવાળો જીવ અફળ (-કર્મફળ રહિત થયેલો) એ આ સંસારમાં ચિરકાળ રહેતો નથી (-અલ્પ કાળમાં મુક્ત થાય છે). ૧. પ્રશાંતાત્મા = પ્રશાંતસ્વરૂપ, પ્રશાંતમૂર્તિ, ઉપશાંત, ઠરી ગયેલો. ૨. અયથાચાર = અયથાતથ આચાર, અયથાર્થ ચારિત્ર, અન્યથા આચરણ.
सम्मं विदिदपदत्था चत्ता उवहिं बहित्थमज्झत्थं । विसयेसु णावसत्ता जे ते सुद्ध त्ति णिद्दिट्ठा ॥ २७३ ॥ જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને, આસક્ત નહિ વિષયો વિષે જે, “શુદ્ધ ભાખ્યા તેમને. ૨૭૩.