________________
૨૩૭ गुणदोधिगस्स विणयं पडिच्छगो जो वि होमि समणो त्ति। होजं गुणाधरो जदि सो होदि अणंतसंसारी॥ २६६ ॥ જે હનગુણ હોવા છતાં હું પણ શ્રમણ છું મદ કરે,
ઇચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૬. અર્થ જે શ્રમણ ગુણે હીન (હલકો) હોવા છતાં હું પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત્ ગર્વ કરીને ગુણે
અધિક પાસેથી (-જે પોતાના કરતાં અધિક ગુણવાળા હોય એવા શ્રમણ પાસેથી) વિનય ઇચ્છે છે, તે અનંતસંસારી થાય છે.
अधिगगुणा सामण्णे वटुंति गुणाधरेहिं किरियासु। जदि ते मिच्छुवजुत्ता हवंति पन्भट्टचारित्ता ॥ २६७॥ મુનિ અધિકગુણ હીનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં,
તો ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથ્યા ભાવમાં. ૨૬૭. અર્થ :જેઓ ગ્રામમાં અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા પ્રત્યે (વંદનાદિ) ક્રિયાઓમાં વર્તે છે, તેઓ મિથ્યા ઉપયુક્ત થયા થકા ચારિત્રથી ભ્રષ્ટ થાય છે.
णिच्छिदसुत्तत्थपदो समिदकसाओ तवोधिगो चावि। लोगिगजणसंसग्गंण चयदि जदि संजदो ण हवदि॥ २६८॥ સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિત્વ છે,
તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક-સંગને. ૨૬૮. અર્થ સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિર્ગીત) કરેલ છે, કષાયોને જેણે શમાવ્યા છે
અને જે અધિક તપવાળો છે-એવો જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી, તો તે સંયત રહેતો નથી (અર્થાત્ અસંયત થઈ જાય છે).
णिग्गंथं पव्वइदो वट्टदि जदि एहिगेहिं कम्मेहिं। सो लोगिगो त्ति भणिदो संजमतवसंपजुत्तो वि ॥ २६९ ॥ નિગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત જે,
લૌકિક કહ્યો તેને ય, જો છોડે ન ઐહિક કર્મને. ૨૬૯. અર્થ : જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમનપસંયુક્ત હોય તેને પણ, જો તે ઐહિક કાર્યો સહિત વર્તતો
હોય તો, ‘લૌકિક' કહ્યો છે.