________________
૨૪૧
૯. હવે ૩૫ મી ગાથામાં જ્ઞાયકનું સ્વરૂપ બતાવતા કહે છે :
જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને; પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે.
જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે ૦૮ જ્ઞાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાનસ્થિત છે.
૧૦. હવે ૫૯ મી ગાથામાં જ્ઞાન જ એકાંતિક સુખ છે એમ સિદ્ધ કરે છે.
સ્વયમેવ જાત, સમંત, અર્થ અનંતમાં વિસ્તૃત ને અવગ્રહ-ઇહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે.
સ્વયં પોતાથી જ ઉપજતું, સમંત (અર્થાત્ સર્વ પ્રદેશથી જાણતું), અનંત પદાર્થો વિસ્તૃત, વિમળ અને અવગ્રહાદિથી રહિત એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે.
૧૧. હવે ૮૦ મી અદ્ભૂત ગાથામાં અરિહંત દેવને ઓળખતાં સમ્યક્ત્વ થાય એ એની વિધિ બતાવે છે. જે જાણતો અર્હતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.
જે અત્યંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થઈને ભેદજ્ઞાન તથા સમ્યગ્દર્શન થઈ જાય છે.
જ્ઞાન અને રાગની ભિન્નતાના અનુભવ માટે અહીં ધ્યેય તરીકે સર્વજ્ઞદેવને લીધા, કેમ કે રાગ વગરનો એકલો પરિપૂર્ણ ચૈતન્યભાવ તેમને પ્રગટ છે, તેમના દ્રવ્ય-ગુણ ચૈતન્યમય છે ને પર્યાય પણ ચૈતન્યમય છે. આ રીતે તેમનો આત્મા સર્વ પ્રકારે શુદ્ધ ચૈતન્યમય છે, તેને ઓળખતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ ઓળખાય છે, જ્ઞાનપરિણતિ રાગથી પાર અતીન્દ્રિય થઈને ચેતનમય આત્માની સ્વાનુભૂતિ કરીને તેમાં અંતર્લીન થઈ જાય છે, એટલે અતીન્દ્રિય આનંદ સહિત સમ્યગ્દર્શન થાય છે. સર્વે અરિહંતોએ સમ્યગ્દર્શનની આ જ રીત કહી છે. પોતે જે રીતે મોહનો નાશ કર્યો તેનો જ ઉપદેશ આપણને આપ્યો.
જીવ જ્યાં અરિહંતના આત્માનું સર્વજ્ઞ સ્વરૂપ જાણે ત્યાં પોતાના આત્માનું સ્વરૂપ પરમાર્થે તેવું જ છે -એમ પણ તે જાણે છે, એટલે તેને રાગ વગરની ચૈતન્યસત્તાનો સ્વીકાર થઈ જાય છે.
અહા ! ‘કેવળજ્ઞાનના સદ્ભાવનો' જ્ઞાનમાં સ્વીકાર કરવા જાય ત્યાં તો ‘રાગના અભાવનો’ સ્વીકાર થઇ જાય છે, જ્ઞાન રાગથી જુદું પડીને જ્ઞાનસ્વભાવમાં તન્મય થઈ જાય છે. કેવળજ્ઞાન કહો કે આત્માનો જ્ઞાનસ્વભાવ કહો, તેના નિર્ણયમાં તો વીતરાગ ભાવનો અતીન્દ્રિય પુરુષાર્થ છે. રાગ વગરના જ્ઞાનનું સ્વરૂપ નક્કી કરતાં, પોતાના આત્માનું જ્ઞાનસ્વરૂપ પણ તેવું જ છે એમ જીવને શુદ્ધ ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવી જાય છે; ત્યાં મોહનો નાશ થઈને સમ્યગ્દર્શન થાય છે.