________________
૨૩૦ અર્થ જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે.
परमाणुपमाणं वा मुच्छा देहादिएसु जस्स पुणो। विज्जदि जदि सो सिद्धिं ण लहदि सव्वागमधरो वि॥ २३९ ॥ અણુમાત્ર પણ મૂછ તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯. અર્થ અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂછ વર્તતી હોય, તો તે ભલે સર્વઆગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી.
पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ। दसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ॥ २४०॥ જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇંદ્રિનિરોધી, વિજયી કષાયનો,
પરિપૂર્ણ દર્શનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦. અર્થ : પાંચ સમિતિયુક્ત, પાંચ ઇન્દ્રિયોના સંવરવાળો, ત્રણ ગુપ્રિ સહિત, જિતકષાય અને દર્શનશાનથી પરિપૂર્ણ -એવો જે શ્રમણ તેને સંયત કહ્યો છે.
समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो। समलोढुकंचणो पुण जीविदमरणे समो समणे॥२४१॥ નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે,
વળી લોણ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧. અર્થ શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા
છે, લોટ (માટીનું ઢેકું) અને કાંચન જેને સમાન છે તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે.
दसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु। एयग्गगदो त्ति मदो सामण्णं तस्स पडिपुण्णं ॥ २४२॥ દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, તેને કહ્યો ઐકાયગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨.