________________
૨૩૪
અર્થ ઃ આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય છે અને ગૃહસ્થોને તો મુખ્ય હોય છે એમ (શાસ્ત્રોમાં) કહ્યું છે; તેનાથી જ (પરંપરાએ) ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે.
रागो पसत्थभूदो वत्थुविसेसेण फलदि विवरीदं । णाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि ।। २५५ ॥ ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને, નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫
અર્થ : જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રશસ્ત રાગ વસ્તુભેદથી (-પાત્રના ભેદથી) વિપરીતપણે ફળે છે.
छदुमत्थविहिदवत्थुसु वदणियमज्झयणझाणदाणरदो ।
ण लहदि अपुणभावं भावं सादप्पगं लहदि ॥ २५६ ॥
છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે
રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬.
અર્થ : જે જીવ છદ્મસ્થવિહિત વસ્તુઓને વિષે (છદ્મસ્થ - અજ્ઞાનીએ કહેલા દેવ-ગુરુ-ધર્માદિને વિષે) વ્રતનિયમ-અધ્યયન-ધ્યાન-દાનમાં રત હોય તે જીવ મોક્ષને પામતો નથી, શાતાત્મક ભાવને પામે છે.
अविदिदपरमत्थेसु य विसयकसायाधिगेसु पुरिसेसु ।
जुट्ठे कदं व दत्तं फलदि कुदेवेसु मणुवेसु ॥ २५७ ॥
પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જનો પરે, ઉપકાર-સેવા-દાન સર્વ કુદેવમનુજપણે ફળે. ૨૫૭.
અર્થ ઃ જેમણે પરમાર્થને જાણ્યો નથી અને જેઓ વિષયકષાયે અધિક છે એવા પુરુષો પ્રત્યેની સેવા, ઉપકાર કે દાન કુદેવપણે અને કુમનુષ્યપણે ફળે છે.
जदि ते विसयकसाया पाव त्ति परूविदा व सत्थेसु । हि ते तप्पबिद्धा पुरिसा णित्थारगा होंति ।। २५८ ।। ‘વિષયોકષાયો પાપ છે’ જો એમ નિરૂપણ શાસ્ત્રમાં,
તો કેમ તત્પ્રતિબદ્ધ પુરુષો હોય રે નિસ્તારકા ? ૨૫૮.