________________
૨૩૨ અર્થ શ્રમણ્યમાં જો અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા વર્તતી હોય તો તે શુભયુક્ત ચર્યા (શુભોપયોગી ચારિત્ર) છે.
वंदणणमंसणेहिं अब्भुट्ठाणाणुगमणपडिवत्ती। समणेसु समावणओ ण णिदिदा रागचरियम्हि ॥ २४७॥ શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યત્થાન ને
વળી શ્રમનિવારણ છે ન નિંદિત ચગયુત ચર્ચા વિષે. ૨૪૭. અર્થ શ્રમણો પ્રત્યે વંદન-નમસ્કાર સહિત અભુત્થાન અને અનુગામનરૂપ વિનીત વર્તન કરવું તથા તેમનો
શ્રમ દૂર કરવો તે રાગચર્યામાં નિંદિત નથી. ૧. અભુત્થાન = માનાર્થે ઊભા થઈ જવું તે.
૨.અનુગમન = પાછળ ચાલવું તે. ૩. વિનીત = વિનયયુક્ત; સન્માનયુક્ત; વિવેકી; સભ્ય.
दंसणणाणुवदेसो सिस्सग्गहणं च पोसणं तेसिं। चरिया हि सरागाणं जिणिंदपूजोवदेसो य॥२४८॥ ઉપદેશ દર્શનજ્ઞાનનો, પોષણ-ગ્રહણ શિષ્યો તણું,
ઉપદેશ જિનપૂજા તણો – વર્તન તું જાણ સરાગનું. ૨૪૮. અર્થ દર્શનજ્ઞાનનો (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો) ઉપદેશ, શિષ્યોનું ગ્રહણ તથા તેમનું પોષણ, અને - જિનેન્દ્રની પૂજાનો ઉપદેશ ખરેખર સરાગીઓની ચર્ચા છે.
उवकुणदि जो वि णिच्चं चादुव्वण्णस्स समणसंघस्स। कायविराधणरहिदं सो वि सरागप्पधाणो से॥२४९ ॥ વણ આવકાયવિરાધના ઉપકાર જે નિત્ય કરે
ચઉવિધ સાધુસંઘને, તે શ્રમણ રોગપ્રધાન છે. ૨૪૯. અર્થ : જે કોઈ (શ્રમણ) સદા (છ) કાયની વિરાધના વિના ચાર પ્રકારના શ્રમણસંઘને ઉપકાર કરે છે, તે રાગની પ્રધાનતાવાળો છે.
जदि कुणदि कायखेदं वेजावच्चत्थमुज्जदो समणो। ण हवदि हवदि अगारी धम्मो सो सावयाणं से ॥२५०॥ વૈયાવૃતે ઉઘત શ્રમણ ષટું કાયને પીડા કરે તો શ્રમણ નહિ, પણ છે ગ્રહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦.