________________
૨૩૧ અર્થ જે દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ ત્રણમાં યુગપઆરૂઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. તેને શ્રામણ પરિપૂર્ણ છે.
मुज्झदि वा रज्जदि वा दुस्सदि वा दव्वमण्णमासेज्ज। जदि समणो अण्णाणी बज्झदि कम्मेहिं विविहेहिं॥ २४३॥ પદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પાસે મોહને
વા રાગને વા ષને, તો વિવિધ બાંધે કર્મને. ૨૪૩. અર્થ : જો શ્રમણ, અન્ય દ્રવ્યનો આશ્રય કરીને અજ્ઞાની થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે અથવા ષ કરે છે, તો તે વિવિધ કર્મો વડે બંધાય છે.
अढेसु जो ण मुज्झदि ण हि रज्जदि णेव दोसमुवयादि। समणो जदि सो णियदं खवेदि कम्माणि विविहाणि ॥२४४ ॥ નહિ મોહ, ને નહિ રાગ, દ્વેષ કરે નહીં અર્થો વિષે,
તો નિયમથી મુનિરાજ એ વિધવિધ કર્મો ક્ષય કરે. ૨૪૪. અર્થ : જો શ્રમણ પદાર્થોમાં મોહ કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી, તો તે નિયમથી (ચોક્કસ) વિવિધ કર્મોને ખપાવે છે.
समणा सुद्धवजुत्ता सुहोवजुत्ता य होंति समयम्हि। तेसु वि सुद्धवजुत्ता अणासवा सासवा सेसा ॥ २४५ ॥ શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્ર કહ્યા;
શુદ્ધોપયોગી છે નિરાસવ, શેષ સાસવ જાણવા. ૨૪૫. અર્થશાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે), શુદ્ધોપયોગી તે શ્રમણ છે, શુભોપયોગી પણ શ્રમણ છે; તેમાંય, શુદ્ધોપયોગી નિરાસવ છે, બાકીના સાસવ છે (અર્થાત્ શુભોપયોગી આસવ સહિત છે).
अरहंतादिसु भत्ती वच्छलदा पवयणाभिजुत्तेसु। विजदि जदि सामण्णे सा सुहजुत्ता भवे चरिया॥२४६ ॥ વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અહંતાદિકે -એ હોય જો શ્રમણ્યમાં તો ચરણ તે શુયુક્ત છે. ૨૪૬.