________________
२२८ અર્થ :બાળ, વૃદ્ધ, 'શ્રાંત, ગ્લાન શ્રમણ મૂળનો છેદ જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ આચરો. ૧. શ્રાંત = શ્રમિત, થાકેલો. ૨. ગ્લાન = વ્યાધિગ્રસ્ત; રોગીદુર્બળ.
आहारे व विहारे देसं कालं समं खमं उवधि । जाणित्ता ते समणो वट्टदि जदि अप्पलेवी सो॥ २३१॥ જો દેશ-કાળ તથા ક્ષમા-શ્રમ-ઉપધિને મુનિ જાણીને
વર્તે અહારવિહારમાં, તો અલ્પલપી શ્રમણ તે. ૨૩૧. અર્થ જો શ્રમણ આહાર અથવા વિહારમાં દેશ, કાળ, શ્રમ, ક્ષમતા તથા ઉપધિને જાણીને પ્રવર્તેતો તે અલ્પલેપી
હોય છે. ૧. ક્ષમતા = શક્તિ; સહનશક્તિ, ધીરજ.
एयग्गगदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु। णिच्छित्ती आगमदो आगमचेट्ठा तदो जेट्ठा ॥ २३२॥ શ્રામાણ્ય જ્યાં ઐકાય, ને ઐકા વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨. અર્થ શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોના) નિશ્ચય આગમ દ્વારા થાય છે, તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે.
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि। अविजाणंतो अत्थे खवेदि कम्माणि किध भिक्खू ॥ २३३॥ આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને;
ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે? ૨૩૩. અર્થ આગમહીન શ્રમણ આત્માને પોતાને) અને પરને જાણતો નથી જ પદાર્થોને નહિ જાણતો ભિક્ષુ કર્મોને કઈ રીતે ક્ષય કરે?
आगमचक्खू साहू इंदियचक्खूणि सव्वभूदाणि। देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू॥ २३४ ॥ મુનિરાજ આગમચક્ષુને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે, છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪.