________________
૨૨૭ जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा। अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ॥२२७॥ આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી
વણ-એષણા ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭. અર્થ : જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી
આહારની ઇચ્છારહિત છે) તેને તે પણ તપ છે; વળી) તેને પ્રાપ્ત કરવા માટે (-અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (-સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે.
केवलदेहो समणो देहे ण मम त्ति रहिदपरिकम्मो। आजुत्तो तं तवसा अणिगूहिय अप्पणो सत्तिं ॥ २२८॥ કેવલશરીર મુનિ ત્યાંય “મારું” જાણી વણ-પ્રતિકર્મ છે,
નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. ૨૨૮. અર્થ કેવળદેહી શ્રમણ (જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ વર્તે છે એવા મુનિએ) દેહમાં પણ મારો નથી” એમ
સમજીને પરિકર્મ રહિત વર્તતા થકાં, પોતાના આત્માની શક્તિને ગોપવ્યા વિના તપ સાથે તેને (-દેહને) યુક્ત કર્યો (જોડ્યો) છે. ૧. પરિકર્મ = શોભા શણગાર; સંસ્કારનું પ્રતિકર્મ.
एकं खलु तं भत्तं अप्पडिपुण्णोदरं जहालद्धं । चरणं भिक्खेण दिवा ण रसावेक्खं ण मधुमंसं ॥ २२९ ॥ આહાર તે એક જ, ઊણોદરને યથા-ઉપલબ્ધ છે,
ભિક્ષા વડે, દિવસે, રસેચ્છાહીન, વણ-મધુમાંસ છે. ર૨૯. અર્થ : ખરેખર તે આહાર (યુક્તાહાર) એક વખત, ઊણોદર, યથાલબ્ધ (-જેવો મળે તેવો), ભિક્ષાચરણથી, દિવસે, રસની અપેક્ષા વિનાનો અને મધ-માંસ રહિત હોય છે.
बालो वा वुड्डो वा समभिहदो वा पुणो गिलाणो वा। चरियं चरदु सज्जोगं मूलच्छेदो जधा ण हवदि॥ २३०॥ વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે, ચર્ચા ચરો નિજયોગ્ય, જે રીતે મૂળછેદ ન થાય છે. ૨૩૦.