________________
૨૨૫ हवदि व ण हवदि बंधो मदम्हि जीवेऽध कायचेम्हि। बंधो धुवमुवधीदो इदि समणा छड्डिया सव्वं ॥ २१९ ॥ દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય - ન થાય છે,
પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડ્યો યોગીએ. ર૧૯. અર્થ હવે (ઉપાધિ વિષે એમ છે કે), કાયચેષ્ઠાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; (પણ) ઉપધિથી-પરિગ્રહથી નક્કી બંધ થાય છે, તેથી શ્રમણોએ (અહંતદેવોએ) સર્વ પરિગ્રહને છોડ્યો છે.
ण हि णिरवेक्खो चागो ण हवदि भिक्खुस्स आसयविसुद्धी। अविसुद्धस्स य चित्ते कहं णु कम्मक्खओ विहिदो ॥ २२०॥ નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહિ ભાવશુદ્ધિ ભિક્ષુને,
ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મનો કઈ રીતે બને? ૨૦. અર્થ : જો નિરપેક્ષ (કોઈ પણ વસ્તુની અપેક્ષા વિનાનો) ત્યાગ ન હોય તો ભિક્ષુને ભાવની વિશુદ્ધિ નથી, અને ભાવમાં જે અવિશુદ્ધ છે તેને કર્મક્ષય કેવી રીતે થઈ શકે ?
किध तम्हि णत्थि मुच्छा आरंभो वा असंजमो तस्स। तध परदव्वम्मि रदो कधमप्पाणं पसाधयदि॥ २२१॥ આરંભ, અણસંયમ અને મૂછનત્યાં-એક્ષમ બને?
પદ્રવ્યરત જે હોય તે કઈ રીતે સાધે આત્મને? ૨૨૧. અર્થ : ઉપધિના ભાવમાં તેને (ભિક્ષુને) મૂછ, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને ? ન જ બને.) તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે?
छेदो जेण ण विज्जदि गहणविसग्गेसु सेवमाणस्स। समणो तेणिह वढ्दु कालं खेत्तं वियाणित्ता ॥ २२२॥ ગ્રહણે વિસર્ગે સેવતાં નહિ છેદ જેથી થાય છે,
તે ઉપધિ સહ વર્તા ભલે મુનિ કાળક્ષેત્ર વિજાણીને. ૨૨૨. અર્થ જે ઉપધિને (આહાર-નીહારાદિનાં) ગ્રહણ-વિસર્જનમાં સેવતાં જેનાથી સેવનારને છેદ થતો નથી, તે
ઉપધિ સહિત, કાળક્ષેત્રને જાણીને, આ લોકમાં શ્રમણ ભલે વર્તો.