________________
૨૧૭ સપ્રદેશ જીવ સમયે કષાયિત મોહરાગાદિ વડે,
સંબંધ પામી કર્મરજનો, બંધરૂપ કથાય છે. ૧૮૮. અર્થ :સપ્રદેશ એવો તે આત્મા સમયે મોહ-રાગ-દ્વેષ વડે કષાયિત થવાથી કર્મજ વડે શ્લિષ્ટ થયો થકો (અર્થાત જેને કર્મજ વળગી છે એવો થયો થકો) બંધ’ કહેવામાં આવ્યો છે.
एसो बंधसमासो जीवाणं णिच्छयेण णिद्दिट्ठो। अरहंतेहिं जदीणं ववहारो अण्णहा भणिदो॥१८९ ॥ -આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય ભાખિયો
અહંતદેવે યોગીને; વ્યવહાર અન્ય રીતે કહ્યો. ૧૮૯. અર્થ આ (પૂર્વોક્ત રીતે), જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી અહંતદેવોએ યતિઓને કહ્યો છે. વ્યવહાર અન્ય રીતે કહ્યો છે.
ण चयदि जो दु ममत्तिं अहं ममेदं ति देहदविणेसु। सो सामण्णं चत्ता पडिवण्णो होदि उम्मग्गं ॥ १९०॥ “હું આ અને આ મારું' એ મમતા ન દેહ-ધને તજે,
તે છોડી જીવ શ્રામગૃને ઉન્માર્ગનો આશ્રય કરે. ૧૯૦ અર્થ : જે દેહ-ધના દેકમાં હું આ છું અને આ મારું છે' એવી મમતા છોડતો નથી, તે શ્રમણ્યને છોડીને ઉન્માર્ગનો આશ્રય કરે છે.
णाहं होमि परेसिंण मे परे संति णाणमहमेक्को। इदि जो झायदि झाणे सो अप्पा णं हवदि झादा ॥ १९१॥ હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું;
-જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧. અર્થ હું પરનો નવી અને પર મારાં નથી, હું એક જ્ઞાન છું' એમ જે ધાવે છે, તે ધ્યાતા ધ્યાનકાળે આત્મા અર્થાત્ શુદ્ધા-મા થાય છે.
एवं णाणप्पाणं दंसणभूदं अदिदियमहत्थं। धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्धं ॥ १९२॥ એ રીત દર્શન-જ્ઞાન છે, ઇંદ્રિય-અતીત મહાર્થ છે, માનું છું-આલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે. ૧૯૨.