________________
૨૧૯ णिहदघणघादिकम्मो पच्चक्खं सव्वभावतच्चण्हू। णेयंतगदो समणो झादि कमढे असंदेहो ॥ १९७॥ શા અર્થને ધ્યાને શ્રમણ, જે નષ્ટઘાતિકર્મ છે,
પ્રત્યક્ષસર્વપદાર્થ ને શેયાન્તપ્રાપ્ત, નિઃશંક છે. ૧૯૭. અર્થ : જેમણે ઘનઘાતિકર્મનો નાશ કર્યો છે, જે સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે અને જે શેયના પારને પામેલા છે એવા સંદેહ રહિત શ્રમણ કયા પદાર્થને ધ્યાવે છે?
सव्वाबाधविजुत्तो समंतसव्वक्खसोक्खणाणड्डो। भूदो अक्खातीदो झादि अणक्खो परं सोक्खं ॥१९८॥ બાધા રહિત, સકલાત્મમાં સંપૂર્ણસુખજ્ઞાનાટ્ય જે,
ઇંદ્રિય-અતીત અનિંદ્રિ તે ધ્યાને પરમ આનંદને. ૧૯૮. અર્થ અનિંદ્રિય અને ઇન્દ્રિયાતીત થયેલો આત્મા સર્વ બાધારહિત અને આખા આત્મામાં સમંત (સર્વ પ્રકારના, પરિપૂર્ણ) સૌખ્ય તેમ જ જ્ઞાનથી સમૃદ્ધ વર્તતો થકો પરમ સૌખ્યને ધ્યાવે છે.
एवं जिणा जिणिंदा सिद्धा मग्गं समुट्ठिदा समणा। जादा णमोत्थु तेसिं तस्स य णिव्वाणमग्गस्स ॥१९९॥ શ્રમણો, જિનો, તીર્થકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. ૧૯૯, અર્થ જિનો, જિનેન્દ્રો અને શ્રમણો (અર્થાત્ સામાન્ય કેવળીઓ, તીર્થકરો અને મુનિઓ) આ રીતે (પૂર્વે કહેલી રીતે જ) માર્ગમાં આરૂઢ થયા થકા સિદ્ધ થયા. નમસ્કાર હો તેમને અને તે નિર્વાણમાર્ગને.
तम्हा तह जाणित्ता अप्पाणं जाणगं सभावेण। परिवज्जामि ममत्तिं उवट्टिदो णिम्ममत्तम्हि ॥२०॥ એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને,
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્લ્સ છું હું મમત્વને. ૨૦૦. અર્થ તેથી (અર્થાત્ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક
જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું.