________________
૨૧૬ कुव्वं सभावमादा हवदि हि कत्ता सगस्स भावस्स। पोग्गलदव्वमयाणं ण दु कत्ता सव्वभावाणं॥१८४॥ નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવનો
પણ તે નથી કર્તા સકલ પુદ્ગલદરવમય ભાવનો. ૧૮૪. અર્થ પોતાના ભાવને કરતો થકો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે, પરંતુ પુગલદ્રવ્યમય સર્વ ભાવોનો કર્તા પોતે નથી.
गेण्हदि णेव ण मुंचदि करेदि ण हि पोग्गलाणि कम्माणि। जीवो पोग्गलमज्झे वट्टण्णवि सव्वकालेसु ॥१८५॥ જીવ સર્વ કાળે પગલોની મધ્યમાં વર્તે ભલે,
પણ નવ ગ્રહે, ન તજે, કરે નહિ જીવ પુદ્ગલકર્મને. ૧૮૫ અર્થ જીવ સર્વ કાળે પુદ્ગલની મધ્યમાં રહેતો હોવા છતાં પણ પૌદ્ગલિક કર્મોને ખરેખર ગ્રહતો નથી, છોડતો નથી, કરતો નથી.
स इदाणिं कत्ता सं सगपरिणामस्स दव्वजादस्स। आदीयदे कदाई विमुच्चदे कम्मधूलीहिं॥ १८६ ॥ તે હાલ દ્રવ્યજનિત નિજ પરિણામનો કર્તા બને,
તેથી ગ્રહાય અને કદાપિ મુકાય છે કર્મો વડે. ૧૮૬, અર્થ તે હમણાં (સંસાર અવસ્થામાં) દ્રવ્યથી (આત્મદ્રવ્યથી) ઉત્પન્ન થતાં (અશુદ્ધ) સ્વપરિણામનો કર્તા થતો થકો કર્મર વડે ગ્રહાય છે અને કદાચિત મુકાય છે.
परिणमदि जदा अप्पा सुहम्हि असुहम्हि रागदोसजुदो। तं पविसदि कम्मरयं णाणावरणादिभावेहिं॥ १८७॥ જીવ રાગદ્વેષથી યુક્ત જ્યારે પરિણમે શુભ-અશુભમાં,
જ્ઞાનાવરણ ઈત્યાદિભાવે કર્મધૂલિ પ્રવેશ ત્યાં. ૧૮૭. અર્થ : જ્યારે આત્મા રાગદ્વેષયુક્ત થયો થકો શુભ અને અશુભમાં પરિણમે છે, ત્યારે કર્મજ જ્ઞાનાવરણાદિભાવે તેનામાં પ્રવેશે છે.
सपदेसो सो अप्पा कसायिदो मोहरागदोसेहिं। कम्मरएहिं सिलिट्ठो बंधो त्ति परूविदो समये ॥ १८८॥